ચિનુ મોદી ~ મારું મૃત્યુ * Chinu Modi 

મારું મૃત્યુ ~ ચિનુ મોદી

મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

અનેક રસ્તાઓ
તમારે એકમાર્ગી બનાવવા પડશે.
અનેક શહેરી વિસ્તારોને
સાઇલન્સ ઝોન ડિક્લેર કરવા પડશે.
વિચારોથી ધમધમતા અનેક મસ્તિષ્કોમાં
તમારે કરફ્યુ નાખવો પડશે.

મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય, મિત્રો.

પહેલાં તો તમારે
મારું નવું ડેસ્ટિનેશન શોધી કાઢવું પડશે,
મારું નવું સરનામું
તાર-ટપાલ અને આંગળિયા સર્વિસવાળાને
લખાવી દેવું પડશે.
મારા ફોન-ફેક્સ નંબર જાણવા પડશે.
ઇ-મેઇલ એડ્રેસ મેળવવું પડશે.
 

મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી, મિત્રો.

તમારે નવાં રેલવે સ્ટેશન,
એરપોર્ટ્સ, પૉર્ટ્સ અને એક્સપ્રેસ હાઇવેઝની
ફેસિલિટિઝ ઊભી કરવી પડશે.
 

મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી, મિત્રો.

મારા નિશ્ચેતન પડેલા દેહને
બાળવા, દાટવા કે પાણીમાં પધરાવવાના
વિચાર ન કરશો.
થોડી વારે એ હવાનો હિસ્સો થશે.
મર્યા પછી જીવની માફક જ
દેહ છૂ થઈ જવાનો કિસ્સો
મશહૂર કિસ્સો બનશે.
મારું મૃત્યુ નાનીસૂની ઘટના નથી, મિત્રો.

ચિનુ મોદી (30.9.1939-19.3.2017)

કવિએ આ અછાંદસ પોતાના મૃત્યુને કલ્પી જાણે GOOD BYE કહી દીધું ! અલબત્ત આ લખાયું 2009માં અને એમનું અવસાન થયું 2017માં પરંતુ પોતાના મૃત્યુને અનુભવવું એ નાનીસૂની વાત નથી અને અનુભૂતિ વગર ‘કાવ્ય’ રચી શકાય નહીં…

OP 19.3.22

***

પ્રફુલ્લ પંડ્યા

21-03-2022

“કાવ્ય વિશ્વ” ની ચિનુભાઈને શ્રેષ્ઠ અંજલિ !
ગઝલ જેવી વાંચી કે ચિનુભાઈ યાદ આવ્યાં !

Varij Luhar

20-03-2022

ખરેખર નાનીસૂની ઘટના નહોતી જ.. કવિશ્રી ની દિવ્ય ચેતનાને વંદન 🙏🙏

Harish Jasdanwala

20-03-2022

Great

Nazir Savant

20-03-2022

Very nice

રેખા ભટ્ટી

20-03-2022

चिनु मोदी जी के चरणों में मेरा वंदन है

સાજ મેવાડા

19-03-2022

મૃત્યુને આટલી હળવાસથી ઉંચા ગજાના કવિ ચિનુ મોદી જ લઇ શકે. સ્મૃતિવંદન.

છબીલભાઈ ત્રિવેદી

19-03-2022

કવિ ચિનુ મોદી ની પુણ્યતિથિ નિમિત્તે પાંચ કાવ્યો ખુબજ ઉમદા રહ્યા આવા જુદા જુદા કાવ્યો નો રસથાળ અેટલે આપણુ કાવ્યવિશ્વ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: