નિસર્ગ આહીર ~ કોઈ મુલાયમ ઠેસ થઈ * Nisarg Ahir

કોઈ મુલાયમ ઠેસ થઈ આંખે વાગ્યો’તો,
લાલ લાલ રંગમાં શ્વેત ફૂલ ખીલું ખીલું થતું જોઈ
ચાંદાની ધારેધારે જાગ્યો’તો,
યાદ આવે આંગળીમાં ઝીલેલું ચોમાસું,
નદીમાં તણાતી વળ ખાતી એક પળ
પકડવા કિનારે કિનારે ભાગ્યો’તો,
એની પાંખડી પરે ઝિલાયો તો
ઝાકળ જેવી જાતનું મેં મોતી કર્યું બહુ મોંઘું…
ધરતીની સોડમ પહેરી
હું તો સુગંધને શણગારવા લાગ્યો’તો,
ગાલને અનાયાસ સ્પર્શી ગયેલ
હાથને તાકતો રહ્યો તાકતો રહ્યો,
આકાશે નમણું ઝૂકી
મારાં ટેરવાંમાં ઝળહળતા ચાંદને માગ્યો’તો,
પછી હું આખા આકાશને ઓશિકું કરી
પળ પળ રચાતી કવિતાના લયને
લોહીમાં ઉતારવા રાતોની રાતો જાગ્યો’તો !

~ નિસર્ગ આહીર

જેને લોહીમાં ઉતારવા મન રાતોની રાતો જાગે એવું એક મધુર કલ્પન, સુંવાળી કલ્પના……

@@@

6 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ સરસ અને હ્રદયગમ્ય અભિવ્યક્તિ.

  2. kishor Barot says:

    નવીન્ય સભર અને બળકટ અભિવ્યક્તિ. 🙏

  3. વાહ, સરસ કાવ્ય

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    વાહ…. કવિતાને માટે કોઈ શબ્દો નહીં, બસ પરિકલ્પનાની નવી નવી ઉડાનો ભરતી કાવ્ય રચના…! નવાં આયામો ને નવાં પરિધાન પહેરી રચના અદભુત બની જાય છે…

  5. દિનેશ ડોંગરે નાદાન says:

    વાહ નિસર્ગભાઈ ખૂબ સુંદર રચના.

  6. Minal Oza says:

    વિવિધ રીતનાં શમણાંની વાત ને એને માટે જાગવાની વાત લઈને આવેલા કવિને અભિનંદન.

Leave a Reply to Minal Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: