ધાર્મિક કોટક ‘ગોપાલ’ ~ બે ડગલાં * Dharmik Kotak Gopal
બે ડગલાં હું ચાલ્યો છું
બે ડગલાં હું ચાલ્યો છું ને બે ડગલાં તું ચાલી છે,
શું કરવું છે?? બોલ, હજી તો આખો રસ્તો ખાલી છે.
હાલ મને કંઈ ખ્યાલ નથી એ બંધ તમારી બારીનો,
પણ મારી બારીને કાયમ ખોટ તમારી સાલી છે.
અલબેલી કો’ એક નદીએ આભ વરસતું જોઈને-
બીજીને કીધું “જો એને ધરતી કેવી વ્હાલી છે??”
થોડો થોડો પ્યાર તમે જે કાયમ કાયમ આપો છો,
લાગે છે આ આંસુ એની વહેવારીક દલાલી છે.
દાદ જગતની ઠુકરાવીને આ મહેફિલમાં આવ્યો છું,
કારણ કે ગોપાલ અહીં તો વાતે વાતે તાલી છે.
~ ધાર્મિક કોટક ‘ગોપાલ’
નવી તેજસ્વી કલમોમાંનું આ એક નામ.
વાતચીતની શૈલીમાં દમદાર શેર.
સંવાદશૈલી ધ્યાનાર્હ છે.અભિનંદપ
સરસ રચના અભિનંદન
ગઝલની વાતચીતની ભાષાથી આકર્ષક રીતે અભિવ્યક્તિ કરી છે. કવિને અભિનંદન.
ખૂબ સરસ ગઝલ, અભિનંદન.