માધવ રામાનુજ ~ સવારે સૂર્ય તો * Madhav Ramanuj

બબ્બે સૂર્ય  

સવારે સૂર્ય તો ઊગ્યો હતો !
મેં આંખ ચોળી ભીંત પર જોયું
તમારાં ચિત્ર નીચે કાલનો દિવસ હતો !
દાયકાઓ વીતતાં શી વાર ?
પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે ?
જેમાં તમારાં શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે !
તમને નહીં
એ એક ક્ષણને કેટલું વીત્યું હશે !
જેમાં તમારાં શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે !
એ સાંજ પણ
ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય
જેણે એકસાથે સૂર્ય બબ્બે આથમતા જોયા હશે !
બીજી સવારે સૂર્યમાં
એ સાંજનું એકાદું આંસુ
સ્તબ્ધ થઈને ઊગ્યું હશે ?
ને એ પછી ?
ને એ પછી ?
ને એ પછી ?
દાયકાઓ વીતતાં શી વાર ?

~ માધવ રામાનુજ

એ એક ક્ષણને કેટલું વીત્યું હશે ! – કલ્પના નથી થઈ શકતી…..

આજે પૂ. બાપુને કોટિ કોટિ વંદન, ક્ષમાયાચના સાથે

4 Responses

  1. વાહ, ગાંધી બાપુ ને વંદન. કાવ્ય સરસ સાંકેતિક છે.

  2. ઉમેશ જોષી says:

    મહાત્મા ગાંધીજીની પૂણ્યતિથિએ સાદર સ્મરણ વંદના.

  3. ગાંધી વંદના સરસ

  4. Shweta Talati says:

    Vaaah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: