લતા હિરાણી ~ અગાશી * શ્રી સુમન શાહની તંત્રીનોંધ સાથે * Lata Hirani * Suman Shah

અગાશી 

બચપણમાં અગાશી 
અમારી પાક્કી દોસ્ત હતી

પરોઢનો કૂણો ઉજાસ 
સૂર્યની પાંખે ઉતરી આંખોમાં અંજાતો
રાત્રે ચાંદામામાનું સ્મિત 

અને તારલાઓનો કૂણો સ્પર્શ
હળવેકથી અમારી પાંપણો બીડી દેતો
શરદપૂનમની રાતે 

ચાંદનીના રુમઝુમતા અજવાળે
સોયમાં સાત વાર દોરો પરોવ્યા પછી  

મા દૂધપૌંઆ આપતી.

પછી અમે શહેરમાં આવ્યા 
ચારેકોર આંખો આંજી દેતી રોશનીમાં 
પેલું હુંફાળું અજવાળું 
ને નમણું અંધારું 
ક્યાંક ખોવાઇ ગયા

સૂર્ય, ચંદ્ર અને રાતે ક્યાંય સુધી 
અમારી સાથે વાતો કરતા’તા 
એ તારલાઓ
અમે અમારા બાળકોને 

પ્લેનેટોરિયમમાં બતાવ્યા

અમે ખુશ હતા 
અમારા બાળકોને અમે બ્રહ્માંડ બતાવ્યું 
અને ખબરેય ન પડી
ક્યારે અમે અમારી તેજ આંખો 

શહેરને ભેટ ધરી દીધી !!

રીટર્ન ગીફ્ટનો અહીં રિવાજ ખરો ને !!
ધીરે ધીરે 

શહેર પાછું વાળી રહ્યું છે 
ગામનું અંધારું
અમારા બાળકોની ફીકી આંખોથી……

~ લતા હિરાણી

પદ્ય > 3-2022 માં પ્રકાશિત

મારા કાવ્ય અગાશી માટે વિદ્વાન સાહિત્યકાર શ્રી સુમન શાહની તન્ત્રીનોંધ : (સાહિત્યિક સંરસન 3)

૨ : બચપણમાં અગાશી

આ એક એવી રચના છે જેમાં પ્રતીકાર્થો કરવાની જરૂરત નથી. ગામ અને નગરપ્રવેશ પછી શું થયું એની સરળ શબ્દોમાં વાર્તા માંડતા કાવ્યકથકની અભિવ્યક્તિથી ભાવક ખુશ થઈ શકે છે. એને ઇચ્છા થાય, તો ધીરે ધીરે / શહેર પાછું વાળી રહ્યું છે / ગામનું અંધારું / અમારાં બાળકોની ફિક્કી આંખોથી’ -વિશે વધુ વિચારી શકે છે. એ સ્વવિચાર પણ એને ખુશ કરી દેશે.

22 Responses

  1. Anonymous says:

    અગાસી ગમી

    સુંદર રચના લતાબેન

  2. Kavita shah says:

    અગાસી ગમી

    સુંદર રચના લતાબેન

  3. Nostalgic, પ્રગતિ અને શહેરી કર્ણને લીધે આપણે કુદરતી નજારો માણવાનું ભૂલવું પડ્યું છે. ખૂબ જ સરસ અભિવ્યક્તિ છે.

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    નગરજીવને છિનવી લીધેલ વિસ્મય અને આશાની કરુણ કવિતા

  5. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" says:

    સૂર્ય ચંદ્ર અને રાતે ક્યાંય સુધી
    અમારી સાથે વાતો કરતા’તા
    એ તારલાઓ
    અમે અમારા બાળકોને પ્લેનેટોરિયમમાં બતાવ્યા.

    વાહ, વ્યંગ અને વિવશતા નો સરવાળો,વાહ.

  6. Minal Oza says:

    વતનની અગાશી ને આજના નગર જીવનની સરળ શબ્દોમાં અભિવ્ક્તિ સરસ થઈ છે. ધન્યવાદ.

  7. kishor Barot says:

    ગ્રામ્ય પરિવેશ છોડીને શહેરમાં સ્થાયી થયેલાં સંવેદનશીલ માનવની મનોવ્યથાની સરળ ભાષામાં સચોટ અને અતિ સુંદર અભિવ્યક્તિ. મેં આ જ વાત એક શેરમાં આ રીતે અભિવ્યક્ત કરી છે.
    એક દિવસ છાંયડે ઊભો હતો હું બે ઘડી,
    ઝાડ બોલ્યું,’લાવ ભાડું, આ તમારા શહેરમાં.

  8. Kirtichandra Shah says:

    I cannot anything to what my predecesorsrs have said Dhanyvad

  9. Praful Pandya says:

    ખૂબ સરસ કાવ્ય: નગરજીવનની પીડા અને વ્યથા કથા ગામ તરફ પાછાં વળવાની દિશા ચીંધે છે.પ્રિય સુમનભાઈની ટૂંકી નોંધ ધણું બધું કહી દે છે.ખરે જ અગાશી કાવ્ય એક શક્યતાસભર સરળ કાવ્ય બનીને હ્રદયને સ્પર્શી જાય છે એટલે જ પ્રતિકાર્થોની જરૂરત રહેતી નથી.લતાબેનને હાર્દિક અભિનંદન !
    પ્રફુલ્લ પંડ્યા

  10. મનોહર ત્રિવેદી says:

    બહેન, સુમનભાઈએ ‘અગાસી’ ની ટૂંકી છતાં સરસ નોંધ લઈને કાવ્યના કેન્દ્રીય ભાવને ભાવક સમક્ષ ખોલી આપ્યો છે. આવી રચનાઓની મને સદા પ્રતીક્ષા રહેવાની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: