

મજાના શેર
રંગ તારી પ્રીતનો તું એવી રીતે છાંટજે
આંખના રસ્તે જે સીધો લાગે મારા કાળજે. *****
બરફ માથે મૂકી શમણાં હવે બેઠા છે પાંપણ પર
નહીંતર કંઈક ઇચ્છાઓ નજર સામે બળી ગઈ હોત*****
સૂકી દાળને કૂંપળથી સજાવી
મહેકતા ફૂલોનો નવો તાજ આવ્યો *****
જે હવા સ્પર્શી તને એ આભમાં વિખરાઈ ગઈ
મહેક તારી ચોતરફ ધરતી પર પથરાઈ ગઈ *****
ભરાતું જાય છે અંબર લગોલગ તારિકાઓથી
ઊભો છે ચાંદ આકાશે નીકળવાની અણી ઉપર *****
એટલે ઊડીને આંખે વળગે છે સૌંદર્ય એ
આંખમાં પહેર્યો એ તારા સપનાંઓનો હાર છે. *****
મન ઉપરનું તમસ ‘દીપ’ અળગું કરી
ધ્યાન ખુદનું ધરો ને કવિતા લખો. *****
~ દીપાલી લીમકર ‘દીપ’
‘દીપ તારી યાદનો’ કાવ્યસંગ્રહનું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.
દીપ તારી યાદનો * દિપાલી લીમકર ‘દીપ’ * પ્ર. સ્વયં 2023

Khoob saras 👍🌹🙏
ખૂબ જ સરસ સંગ્રહ છે, શેરનું સંકલન ગમ્યું. અભિનંદન.કવયિત્રી દીપાલી જી ને.
દીપાલીબહેન સરસ રચનાઓ આપે એવી શુભેચ્છા.
આનંદ, આવકાર, અભિનંદન
સરસ છે ધન્યવાદ
સુંદર શેરોનું ચયન, અભિનંદન દીપાલીબેન અને લતાબેન બંનેને