ઉમાશંકર જોશી ~ ભારત * Umashankar Joshi

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિનિર્ઝર.

ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર, ભારત આત્મની આરત;
ભારત તપ્ત ગગન કે રણ નહિ, જીવનધૂપ જ ભારત.

ભારત તે રતનાગર રિદ્ધિ ન, ભારત સંતતિરત્ન;
ભારત ષડ્ઋતુ ચક્ર ન, ભારત અવિરત પૌરુષયત્ન.

ભારત ના લખચોરસ કોશો વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-વીર પ્રાણની ઊર્મિ.

ભારત એકાકી અવધૂત ન કે ચિરનિરુદ્ધ કારા;
ભારત જગની જમાત વચ્ચે, મનુકુલ-મનની ધારા.

~  ઉમાશંકર જોશી

1 Response

  1. વાહ, અનનન્ય ભારતની ગાથા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: