પ્રફુલ્લ પંડ્યા ~ ચંદુ તો * Prafull Pandya

ચંદુ તો

ચંદુ તો એક લાંબા લયનું ગીત
જિન્સ જંકશન ઉપર એનું વાગ્યાં કરે સંગીત !

ખૂબ નજીકથી હ્રદય રમાડે, કરે શબ્દોનાં ખેલ !
અર્થનું નકશીકામ કરે ને લયનું કાઢે તેલ !
સડસડાટ એ રજૂ કરે એની છાપ થઈ જાય અંકિત !
ચંદુ તો એક લાંબા લયનું ગીત !

એક શ્વાસમાં કવિતા રાખે,એક શ્વાસમાં નાટક ,
કલમ તો એની પૂરબહારમાં, ખોલે દિલના ફાટક!
નવાં નવાં નાટકની વચ્ચે સદા શબ્દની પ્રીત !
ચંદુ તો એક લાંબા લયનું ગીત !

~ પ્રફુલ્લ પંડ્યા

(પ્રિય અને નિકટતમ મિત્ર કવિ – નાટયકાર ચંદ્રકાંત શાહ ઉર્ફે વ્હાલાં ચંદુની આક્સ્મિક અને અને અત્યંત આધાતજનક વિદાય નિમિત્તે કાવ્યાંજલિ )

( ૪/૧૧/૨૦૨૩ )

3 Responses

  1. મિત્ર ને કાવ્યાંજલિ, સરસ પાત્રા લેખન.

  2. સરસ કાવ્યાજંલી

  3. પ્રફુલ્લ પંડ્યા says:

    હાર્દિક આભાર ડિયર લતાબેન
    ખૂબ ગમ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: