પ્રફુલ્લ પંડ્યા ~ અવડી અમથી વાત * Prafull Pandya

અવડું અમથું ગીત  

અવડી અમથી વાત !
જેને કારણ હાથવેંતથી સરકી ગયું પ્રભાત !
અવડી અમથી વાત !

અવડી અમથી વાતની વચ્ચે અવડાં અમથા અમે,
હાલકડોલક નાવની વચ્ચે પ્રવાસ કરવો ગમે !
દરિયા વચ્ચે દરિયા જેવી પડી ગઈ’તી રાત !
અવડી અમથી વાત !

એક વખત જળ અંધારું તો એક વખત અજવાળું !
સૂરજ સામે કાચ ધરું તો ચાંદરડાનું ચાળું ‌!
ચાળે ચડતાં ચાંદરડાની જઈ રહી છે ઘાત !
બસ , અવડી અમથી વાત !

~ પ્રફુલ પંડ્યા

સરસ મજાની રચના વાંચી મજા પડી ગઈ અને એટલે જ આપ સૌ દોસ્તો, સ્નેહીઓ, પ્રેમીઓ પાસે ગમતાનો ગુલાલ કર્યો છે, આપને પણ ગમી જાય તો કવિ Praful Pandya ને કહેજો કે ગમ્યું, હો સાહેબ…..

હકીમ રંગવાલા

11 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    અમથી વાત એવી સરસ કરી કે મજા પડી ગઈ.

  2. ખુબ ખુબ ગમ્યુ કવિ શ્રી ન અભિનંદન

  3. ઉમેશ જોષી says:

    ખૂબ ખૂબ સરસ રચના… મમળાવી ગમે એવી રચના છે.
    અભિનંદન…

  4. Jyoti hirani says:

    બહુ જ સુંદર ગીત રચના પ્રફુલ્લ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન આખું ગીત લયના ધીમા હિંચોળે હીંચે છે.વાહ

  5. થોડા શબ્દો માં મજા નું ગીત.

  6. Anonymous says:

    ગમ્યું. ખૂબ ગમી આવડી અમથી વાત

  7. Kirtichandra Shah says:

    સરસ રચના ધન્યવાદ

  8. સતીશ જે.દવે says:

    સરસ ગીત

  9. Minal Oza says:

    ‘આવડી અમથી વાત’ હિંડોળે ઝૂલતા ગવાતી હોય એવું લાગ્યું.

  10. Jyoti hirani says:

    બહુ જ સુંદર ગીત રચના

  11. Kavyavishva says:

    ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર છબીલભાઈ, મેવાડાજી, હરીશભાઈ, જ્યોતિબેન, મીનલબેન, ઉમેશભાઈ, સતીશભાઈ, કીર્તિભાઈ, અનામીભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: