ન્હાનાલાલ ~ તુજ શરણું * Nhanalal * Amar Bhatt

તુજ શરણું અમ પરમ જોમ હરિ ૐ!

કંઈ વિવિધ શાસ્ત્ર અજવાળાં

સાધુસન્તની ઉરજવાળા

નભમંડપની દીપમાળા

ફરે પ્રદક્ષિણા તુજ સૂર્ય સોમ: હરિ ૐ!

વનવનની વિપુલ સમૃદ્ધિ

મહાજનની અઢળક બુદ્ધિ

બ્રહ્માંડ ગાજતું નિરવધિ

તુજ ચરણ ઢળે નમી સકલ ભોમ: હરિ ૐ!

પંચેન્દ્રિય પંચશિખાએ

મન વાણી કર્મ જીવ કાયે

અમ જીવનની કલા કલાયે

તુજ કરે આરતી રોમ રોમ: હરિ ૐ!‘

~ ન્હાનાલાલ

કવિ : ન્હાનાલાલ * સ્વરકાર : ભાઈલાલભાઈ શાહ સ્વર : અમર ભટ્ટ

4 Responses

  1. વાહ વાહ ખુબ આધ્યાત્મિક રચના

  2. ઉમેશ જોષી says:

    વાહહહહ… સ્વરભાવ..

  3. ખૂબ જ સરસ, ગીત અને સ્વરાંકન.

  4. Kavyavishva says:

    ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર મેવાડાજી, ઉમેશભાઈ, છબીલભાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: