ન્હાનાલાલ ~ પરમ પ્રેમ પરબ્રહ્મ

પરમ પ્રેમ પરબ્રહ્મ

માતપ્રેમ તાતપ્રેમ પુત્રપ્રેમ પુત્રીપ્રેમ

દંપતીના દેવપ્રેમ પ્રેમ તે સંસારસાર

દયાપ્રેમ દાનપ્રેમ ભક્તિપ્રેમ જ્ઞાનપ્રેમ

યોગપ્રેમ મોક્ષપ્રેમ પ્રેમ તે સંન્યસ્તાધાર

સ્થૂલ પ્રેમ સૂક્ષ્મ પ્રેમ વિશ્વ કેરો મંત્ર પ્રેમ

સૃષ્ટિનો સુવાસપ્રેમ પ્રેમ તેજ કેરો પાર

આત્મનો વિકાસપ્રેમ જીવન પ્રકાશ પ્રેમ

પ્રેમ પ્રેમ સર્વ પ્રેમ પ્રેમનો આ પારાવાર

~ ન્હાનાલાલ

1 thought on “ન્હાનાલાલ ~ પરમ પ્રેમ પરબ્રહ્મ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *