આપના સૂચનો મોકલો

તા.9 ઓક્ટોબર 2020ના રોજથી શરૂ થયેલ ‘કાવ્યવિશ્વ’ને ત્રણ વર્ષ પૂરાં થઈ ચૂક્યા છે.

કેટલાક મિત્રો જેમ કે મીનળબહેન ઓઝા, શ્રી છબીલભાઈ ત્રિવેદી, ડો. પુરુષોત્તમ મેવાડા, શ્રી હરીશ દાસાણી, શ્રી ઉમેશ જોશી, શ્રી વારિજ લુહાર અને બીજાં અનેક મિત્રો ‘કાવ્યવિશ્વ’ના નિયમિત મુલાકાતી અને પ્રતિભાવકો રહ્યાં છે. એમની હૃદયપૂર્વક આભારી છું.

આ સિવાય પણ નિયમિત જોનારા અનેક મિત્રો હશે એમનો પણ ખૂબ ખૂબ આભાર પરંતુ મને એમના નામો તો જ ખ્યાલ આવે જો એમનો પ્રતિભાવ લખાતો રહેતો હોય.

પોતાની અનુકૂળતાએ મુલાકાત લેનારા અને પ્રતિભાવ પણ આપનારા મિત્રો પણ ઘણાં છે. એમની અત્યંત આભારી છું. નામો લખીશ તો કોઈને ભૂલી જઈ શકું એટલે ટાળું છું.

આપ સૌને ખાસ વિનંતી કે ‘કાવ્યવિશ્વ’માં આપ કેવા ફેરફારો ઇચ્છો છો એ મને ખાસ લખો. આપના સૂચનો પર જરૂર વિચાર કરીશ અને અનુકૂળ હશે એટલું અમલમાં મૂકવા પ્રયત્ન કરીશ.

આપને સાઇટ પર વાંચવામાં કોઈ તકલીફ પડે છે ? ફૉન્ટ બાબતે મુશ્કેલી છે ? અગાઉની પોસ્ટ જોવા બાબતે મુશ્કેલી છે ? કે બીજી કોઈ મુશ્કેલી છે ? મને જરૂર જણાવો.

અહીં જ નીચે પ્રતિભાવમાં.  

સૂચનોની આશા રાખું છું અને રાહ પણ જોઉં છું.

ખૂબ ખૂબ આભાર.

~ લતા હિરાણી

સંપાદક ‘કાવ્યવિશ્વ’

11 Responses

  1. કાવ્ય વિશ્વ ખુબ સરસ રીતે આપ હેન્ડલ કરો છો તે ધન્યવાદ ને પાત્ર છે શક્ય હોય તો કવિ દાદ,કવિકાગ, પ્રભાશંકર પટણી ની રચનાઓ કયારેક મુકશો ખુબ ખુબ અભિનંદન

    • Kavyavishva says:

      જી છબીલભાઈ. કવિ દાદ કવિ કાગની રચનાઓ અગાઉ મુકેલ છે. આપ ‘શોધો’માં એમનું નામ લખશો એટલે મળશે. પણ જે મુકાઇ છે એ સિવાયની બીજી શોધીને જરૂર મૂકીશ.

      અને પ્રભાશંકર પટ્ટણીની રચના જરૂર શોધીશ.

      મારી વાત પર સૂચન આપવા બદલ આપની આભારી છું.

  2. Minal Oza says:

    મા. શ્રી છબિલભાઈનું સૂચન સારું છે.
    લતાબહેન , સરસ કામ થઈ રહ્યા નો સંતોષ છે.
    ફોન્ટ થોડા મોટા થઈ શકે તો વધુ સાનુકૂળતા થાય.
    વૉઈસ મેસેજ થઈ શકે?

    • Kavyavishva says:

      જી મીનલબેન. ફૉન્ટ મોટા તો નહીં થઈ શકે પરંતુ બોલ્ડ થઈ શકે. આવતી કાલે એ એક પોસ્ટમાં એવું કરું. જોઈએ. બધાને ફાવે છે કે કેમ !

      વોઇસ મેસેજ મૂકવાની વર્ડ પ્રેસમાં સગવડ નથી પરંતુ તમે વોઇસ મેસેજ મોબાઈલ પર કરી શકો જે આપોઆપ ટાઈપ થઈ જાય અને તમે એ અહી કોપી કરી શકો.

      ખૂબ ખૂબ આભારી છું.

    • Kavyavishva says:

      જ્યોતિ હિરાણીના કાવ્યો જોજો. એમાં બોલ્ડ લેટર છે.

  3. આપ અવિરત નિષ્ઠાપૂર્વક વિવિધ કાવ્યો રજૂ કરો છો, ખૂબ જાણીતા નિવડેલા કવિઓ સાથે સારા નવોદિત કવિતાને પણ સ્થાન આપો છો એ ખાસ નોંધનીય છે. કાવ્ય આને કવિતા વિશે આપ લેખ પણ અવારનવાર મૂકો છો. એટલે સંપૂર્ણ કાવ્યની સાઈટ થાય છે. બસ આમ જ કામ થતું રહે એવી શુભેચ્છાઓ.

  4. Kavyavishva says:

    આપની વાતથી આનંદ. હજુ વધુ સારું થઈ શકે એ બાબતે જરૂર સૂચનો આપજો. આપતા રહેજો. આભારી છું.

    ફૉન્ટ આ બરાબર છે કે બોલ્ડ કરવા જોઈએ ?

  5. Saryu parikh says:

    લતાબેન,સરસ કર્મ કરી રહ્યા છો.
    પહેલા પાના પર નવી કૃતિઓ ક્લિક કરતા ખૂલતી નથી. ખોલવાની મને જ તકલીફ લાગે છે? મારા મત પ્રમાણે ફોન્ટ્સ બોલ્ડ કરવા જોઈએ.
    સસ્નેહ, સરયૂ

  6. Kavyavishva says:

    જી સરયૂબહેન, હોમ પેજ પર જે કેટેગરીના નામ છે એના પર નહી પરંતુ જે પોસ્ટના ટાઇટલ છે એના પર ક્લિક કરવાથી ખુલશે. દા. ત. પ્રથમ પેજ (કેટેગરી) ‘સંવાદ’ છે. અને એની નીચે પોસ્ટ છે, ‘આપના સૂચનો મોકલો’ તો એની પર એટલે કે પોસ્ટના ટાઇટલ પર ક્લિક કરવાથી એ પોસ્ટ ખુલશે.

    હવે તમે જો કમ્પ્યુટર / લેપટોપ પર જોતાં હો તો ટાઇટલ ફોટાની નીચે એક લાઈનમાં કેટેગરીના શીર્ષકો આપ્યા છે. જેમ કે સંવાદ, કાવ્ય, અનુવાદ વગેરે. એના પર ક્લિક કરશો તો સંવાદની બધી પોસ્ટ, કાવ્યની બધી પોસ્ટ એક પેજ પર જોવા મળશે.

    જો તમે મોબાઈલ પર જોતા હો તો સૌથી ઉપર જમણે ખૂણે નાની ત્રણ આડી લાઇન દેખાશે. એના પર ક્લિક કરવાથી તમને બધા જ વિભાગો (કેટેગરી) જોવા મળશે અને એમાં જેના પર ક્લિક કરશો એ વિભાગની બધી પોસ્ટ એક સાથે દેખાશે.

    આશા રાખું કે તમારે હવે ખુલશે. છતાં પ્રોબ્લેમ હોય તો જરૂર કહેશો.

    રસ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. 24 તારીખમાં જ્યોતિ હિરાણીયા કાવ્યોના ફૉન્ટ બોલ્ડ કર્યા છે. જોજો. બધાને એ ફાવે તો એમ કરીશ.

  7. Saryu parikh says:

    આભાર. હવે એ રીતે કમ્પ્યુટર પર ખોલીશ. ફોન્ટના ફેઅફાર બદલ આભાર. આજે લતાબહેનને ત્રણ કવિ નાથાલાલ દવેના સ્મરણ લેખ મોકલ્યા છે. સરયૂ પરીખ

  8. Geeta Kothari says:

    Your Kavya Vishva mission has flourished so well.I am extremely happy about it.Your creativity and incessant hard work has brought glorious results. I am sooo happy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: