રમેશ પારેખ ~ અરે આ મારા હાથ * Ramesh Parekh

હાથ છે જડ ભરત

અરે આ મારા હાથ છે જડ ભરત ને ઉપર આંગળી ઓ અભણ એક બે,
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખા નગરમાં મળે માંડ એક બે

ઉઝરડા અને લોહી લુહાણ આ આખાય જીવતરના કારણ શું?
મેં ફુટપાથ પર જોષીને પુછયું, તો એણે કહયું કે સ્મરણ એક બે

પરબ કઈ તરફ છે તરસથી હવે લોહી ફાટી પડે છે,
નજરમાંથી રણ સહેજ ખસતું નથી ને હાથ માં છે ફકત ક્ષણ એક બે

ભટકતા ભટકતા પહોંચ્યો હું મારા અનાગત સુધી,
અપેક્ષાઓ હતી જયાં ધોધની, ત્યાં મલ્યા માંડ સુકા ઝરણ એક બે

મેં  રસ્તાઓ બદલ્યા મકાનો બદલ્યા, ને બદલ્યા શહેરો ને ચહેરા રમેશ,
મરણ ની લગોલગ ગયો તે છતાંયે સાચા ન પડયાં સ્વપ્ન એક બે…..

~ રમેશ પારેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: