લતા હિરાણી ~ વ્હાલમ મારા

🌸

તું જો વરસે

વ્હાલમ મારા તું વરસે તો ચોમાસું આ છલકે
વાદળ-બાદળ નભને ભૂલી, હૈયે નેહ નીતરશે
વ્હાલમ તું જો વરસે….

મનગમતા રે તું છલછલ થઈ, આવી હૈયે વળગે
સઘળા દ્વારો ઝાંપા ખોલું, મનભર દીવો સળગે
લાખો સૂની ક્ષણના મહેલો, પત્તા માફક ખરશે
વ્હાલમ તું જો વરસે….

અજવાળું થોડું લઈ ઘૂંટું, ભાળું તારું તેજ
દૃશ્યે દૃશ્યે વળગે આંખોને ઝાઝેરો ભેજ
તડપ અને તલસાટભર્યા આ નયણા તો ના તરસે
વ્હાલમ તું જો વરસે….

ઝળહળ ઝળહળ અવસર અવસર, સ્મરણોના અણસારા
પળપળ પળપળ ઝબકે રાખે, ભેજભર્યા ભણકારા
પંખી પેઠે ગાતા લહેરાતા આ ગાન ધબકશે
વ્હાલમ તું જો વરસે….

~ લતા હિરાણી

પ્રકાશિત > ગુજરાત દીપોત્સવી સંવત ૨૦૮૦   

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

8 thoughts on “લતા હિરાણી ~ વ્હાલમ મારા”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    સર્વત્ર વરસતા વ્હાલમનું મીઠડું ગીત

  2. ઉમેશ જોષી

    વાહ…. ગીતનું મુખડું ખૂબ સરસ.

    અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *