સૉનેટમાં પ્રાસ ~ ચન્દ્રશંકર ભટ્ટ * Chandrashankar Bhatt

આપણી ભાષામાં સૉનેટમાં એક યા બીજી રીતે પ્રાસ મેળવવાના જે પ્રયાસો થયા છે તેમાં ખબરદારનું નામ મોખરે છે. પરંતુ આપણી ભાષામાં પ્રાસનું તત્ત્વ સૉનેટને ઝાઝું જચ્યું નથી. અનેક રીતે અટપટા પ્રાસ મેળવવા જતાં કૃતિ કરામત રૂપ બની જાય છે અને તેની સાહજિકતા નંદવાય છે. આપણા કવિઓ પ્રાસતત્ત્વને હઠપૂર્વક વળગી રહ્યા નથી તે ઇષ્ટ જ થયું છે. આમ છતાં કાવ્યના માધુર્યના પ્રકર્ષસાધક પ્રાસ સહજ રીતે, યોગ્યતાપૂર્વક બેસતા આવે તો તેનો ઇન્કાર ન જ હોઈ શકે. સૉનેટમાં પ્રાસ તેનું બહિરંગ છે. ઉત્તમ સૉનેટકાવ્ય પ્રાસ ન હોય તેથી નંદવાતું નથી. તો મૂળ સ્વરૂપને વળગી ગમે તેટલા પ્રાસ કૃત્રિમ રીતે મેળવ્યા હોય તો તેથી સૉનેટને લાભ થતો નથી.

ચન્દ્રશંકર ભટ્ટ ~ ‘આપણાં સૉનેટ’માંથી

સૌજન્ય : ‘કવિલોક’

3 Responses

  1. ખુબ સરસ માહિતી અભિનંદન

  2. વહીદા ડ્રાઈવર says:

    ઉચિત માહિતી

  3. પારુલ બારોટ says:

    આથી સુંદર માહિતી

Leave a Reply to વહીદા ડ્રાઈવર Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: