ધીરુબહેન પટેલ ~ વરસાદી છંદની છાલક * Dhirubahen Patel

વરસાદી છંદની છાલક

તારા વરસાદી છંદની છાલક વાગી

ને પાન ખરી ગયાં

કેવાં સરી ગયાં!

ક્યાંક ઝરી ગયાં

અંજલિ હજાર હેમવર્ષાની સાથ લઈ

ભીજવી દે રોમરોમ એવાં

મસ્તીભરી છાલકથી ઝબકી ઊઠે કદી

લીલેરી જ્યોતિનાં દીવા

વર્ષોનાં વર્ષોનાં વર્ષો વચાળે આમ

ઊગેલાં પાન મારાં ખરી ગયાં

ક્યાંક ઝરી ગયાં

કેવાં સરી ગયાં!

તારા વરસાદી છંદની-

તારા વરસાદી છંદની છોળો ઉડી

તે છેક આભે અડી

ઝરમરતી વાદળીમાં વીજ થઈ ઝબૂકી

એવી છોળો ઉડી

વરસ્યો મેહુલિયો ને ધરતીએ લીલીછમ ઓઢણ ઓઢી

તે છેક આભે અડી

વર્ષોનાં વર્ષોનાં વર્ષો વચાળે પછી

ઊગેલાં પાન મારાં ખરી ગયાં

ક્યાંક ઝરી ગયાં

કેવાં સરી ગયાં!

તારા વરસાદી છંદની….

~ ધીરુબહેન પટેલ

4 Responses

  1. રેખાબા સરવૈયા says:

    માન.ધીરુબેન…🪷
    આપ કલમ ની આવી કમાલ કરીને,
    અમારા સૌના હૈયે વસી ગયા 💖

  2. ખુબ સરસ વરસાદી રચના ખુબ ગમી

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    શબ્દ,લય ,ભાવ અને ઉત્સાહનો હાથ પકડી નૃત્ય કરતું ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: