સુન્દરમ્ ~ રીમઝીમ બાદલ બરસે * Sundaram * સ્વર : વિભા દેસાઈ * Vibha Desai *

રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ
બાદલ બરસે, રીમઝીમ બાદલ બરસે,
રીમઝીમ બરસે, બાદલ બરસે
હો….મારું મન ગુંજે ઝનકાર, મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે, બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ…

સાવનની સખી સાંજ સુહાગી
કરતા મોર પુકાર, ગગન ગોખથી
મદભર નૈના, વીજ કરે ચમકાર
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે, બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

આંજણ આંજું, પહેરું પટોળા
સોળ સજું શણગાર,
કઈ દિશથી મારો કંથ પધારે
કોઈ દિયો અણસાર …
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે, બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

~ સુન્દરમ્

કાવ્ય : સુન્દરમ્  સ્વર: વિભા દેસાઇ સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા  

1 Response

  1. વરસાદી રચના ખુબ ગમી સ્વરાંકન ઉત્તમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: