આ નાનકડી વાત તમે જરૂર વાંચો

જો તમે કાવ્યવિશ્વ જુઓ છો તો હું ઇચ્છું કે આ નાનકડી વાત તમે જરૂર વાંચો.

અનેકવાર એવું બને છે કે આપણે રોજ કોઈ એક રસ્તેથી પસાર થતાં હોઈએ છતાં અમુક બાબત પ્રત્યે આપણું ધ્યાન ગયું જ ન હોય. કાવ્યવિશ્વના રોજના સેંકડો વાચકો છે અને એમની તરફથી કોઈ ને કોઈ પ્રશ્નો આવ્યા કરે છે. એટલે એમ થયું ‘કાવ્યવિશ્વ’ વિભાગો વિશે ફરી ટૂંકમાં વાત કરું.

‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ પર કુલ દસ વિભાગો છે, જેમાં  

પહેલો વિભાગ ‘સંવાદ’ –

વેબસાઇટ વિશે વિગતથી વાત તથા વેબસાઈટને મળેલા સન્માનો, એ અંગેના લેખો, ફોટાઓ વગેરે આ વિભાગમાં હોય છે. 9 ઓક્ટોબરના રોજ લોન્ચ થયેલી અને 17 ઓકટોબરથી લોકોમાં જાહેરાત પામેલી આ વેબસાઇટ વિશે પહેલો લેખ મેં લખેલો જેમાં બધાં જ વિભાગો વિશે જાણકારી અને મારી લાગણી છે.

એ પછી શ્રી રમેશ તન્નાએ ‘કાવ્યવિશ્વ’ પર એક સરસ લેખ કર્યો જે નીચે આ વિભાગમાં વાંચવા મળશે. જુદા જુદા દૈનિકોમાં તેની નોંધ લેવાઈ તેના ફોટાઓ પણ આપને આ વિભાગમાં મળશે.

કાવ્યવિશ્વ નિમિત્તે જ ‘વર્ષ 2021ના ગૌરવશાળી ગુજરાતીઓ’માં વિખ્યાત સામયિક ‘ચિત્રલેખા’માં મને સ્થાન મળ્યું એનું ગૌરવ છે. શ્રી હિતેન આનંદપરાએ લખેલો એ લેખ અને એના ફોટાઓ પણ આપને આ વિભાગમાં  જોવા મળશે.

રોજ એક એક વિભાગ વિશે ટૂંકી નોંધ લખીશ. આપ જરૂર વાંચશો એવી શ્રદ્ધા સાથે.

~ લતા હિરાણી

2 Responses

  1. 'સાજ' મેવાડા says:

    આ પણ જરુરી હતું જ. આભાર, અભિનંદન.

  2. Kavyavishva says:

    આભાર મેવાડાજી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: