સર્જકની આંતરકથા ~ સં. ઉમાશંકર જોશી * Umashankar Joshi

‘જીવનરસ તો છીંક ખાતી વખતે પણ પ્રકટ થાય છે અને રતૂમડા ગાજરને કૈડકૈડ ખાતી વખતે પણ થાય છે. એક એક ખાવાની ચીજ ઉપર,પીવાની ચીજ ઉપર, કાવ્ય લખવું છે..એક અર્ધા સુકાયેલા પાંદડા ઉપર કવિતા લખવી છે..’ – લા.ઠા.

“અપેક્ષારહિત સંબંધ બાંધનારા મને મળ્યા નથી અને એટલે હું ગઝલ લખ્યા જ કરીશ. અપેક્ષારહિત સ્નેહ પામનારાઓને, કદાચ ગઝલ ના લખવી પડે.. અથવા અપેક્ષારહિત સ્નેહ આપનાર હોય જ નહીં, એમ માનનારને પણ ગઝલ ન લખવી પડે. હું આ બેમાંથી એકેય શ્રેણીમાં નથી, એટલે મારે ગઝલ લખવી જ રહી..” – ચિનુ મોદી ‘ઇર્શાદ’

“સર્જકનું ચિત્ત વિશેષ દ્રવ્ય છે, તે પોતાના અને બીજાના અનુભવોને તીવ્ર સજાગતાથી છેક તળિયા સુધી ગ્રહણ કરી શકે છે. અને તે અનુભવનું મધુરસમાં પરિવર્તન પણ કરી શકે છે..” –  ‘દર્શક’ 

‘કોક છીપમાં બેઠી બેઠી ઝરે સુંદરતા !” – રઘુવીર ચૌધરી.

“વતન વિચ્છેદની કૃતિએ મારી કવિતાને એનું અસલ વતન આપ્યું.. ’અસલ’ વતન એટલે પ્રકૃતિ, અદિમતા ને અસલિયતની ભોંય.. કવિતામાં વતન ભણી જવું એટલે, આપણા મૂળમાં જવું..” – જયન્ત પાઠક

“મને બંન્ને ખેંચે પ્રણય : રમણીનો,પૃથિવીનો..” – ઉશનસ્ 

“શબ્દોના દેશમાં જ સમય આથમી ગયો,

જોયું કિતાબ બહાર તો સૂરજ ઉગી ગયો”.   – હરીન્દ્ર દવે 

કોઇ પણ કાવ્યપ્રકારને કદી અલ્પ કે તુચ્છ માન્યો નથી. અગિયારમો ખેલાડી જેમ શતક કરી શકે છે તેમ એક નાનેરો સાચુકલો કવિ, મહાકાવ્ય લખી શકે છે તેમ મેં હંમેશાં માન્યું છે…”  – અમૃત ઘાયલ   

“લેખનને અણધારી રીતે મેં સાપને દોરડું સમજીને પકડી લીધેલું. એ પછી ભણેલી દુનિયાનો અને વિદ્વાનોનો આવકાર-અહોભાવ જોવા મળ્યો ને એ પછી જ મને ખબર પડી કે એ દોરડું નથી, પણ આ તો છે સાચુકલો સાપ,બલકે ફૂંફાડા મારતો ભોરિંગ જ છે..” – પન્નાલાલ પટેલ.

‘એકલા-એકલા મનમાં લેખક નથી થવાતું, કોઇ એ રીતે ઓળખે તો જ થવાય છે..’ – દિગીશ મહેતા

OP 30.6.2022

********

Udayan Thakker – રસિકડો સંચય @ 29-07-2022

છબીલભાઈ ત્રિવેદી – ખુબ ઉમદા સર્જક ની આંતર કથા દિગ્ગજ કવિ શ્રી નેપ્રણામ આભાર લતાબેન @ 30-06-2022

2 Responses

  1. સરસ સંકલન, ગમ્યું.

  2. ખુબજ સરસ સંકલન અભિનંદન કાવ્ય વિશ્વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: