મનહર મોદી ~ ઝળહળ ઝળહળ * Manhar Modi

ઝળહળ ઝળહળ અંધારું છે
હું એનો ને એ મારું છે

આ ઘર ઓ ઘર ને એ ઘર
ના મારું કે ના તારું છે

વાંધો શો છે વ્હેંચી લઈએ
અજવાળું તો મજિયારું છે

દુઃખને દુઃખ ભેટે છે હોંશે
આવું સુખ સૌથી સારું છે

કોક વખત એવું પણ લાગે
અજવાળું તો અંધારું છે

આભ અને એથી ઊંચે તું
પંખી કેવું ઊડનારું છે!

પડવું, ઊઠવું, ચાલ્યા કરવું
ભઈલાજી, આ સંસારું છે

~ મનહર મોદી

4 Responses

  1. ખુબ સરસ મજાની રચના કાવ્યવિશ્ર્વ ની અેતો મજા છે અવનવા કાવ્યો માણવા મળે છે સાહિત્ય ની ખુબ સારી સેવા અભિનંદન

  2. “વાંધો શો છે વ્હેંચી લઈએ
    અજવાળું તો મજિયારું છે”
    ખૂબ સરસ શૅર.

  3. Anonymous says:

    મનહર મોદીની કોઈપણ ગઝલ લો, ખૂબ અલગ જ હોવાની. મને તો ગમે છે મનહર મોદીની બધી
    જ ગઝલ.💐💐💐🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: