ન્હાનાલાલ ~ વિરાટનો હિંડોળો

વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;

કે આભને મોભે બાંધ્યા દોર;

વિરાટનો હિંડોળો…

પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિંડોળો
ફરતી ફૂમતડાંની ફોર;

ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર

ટહુકે તારલિયાની મોર

વિરાટનો હિંડોળો ઝાકમઝોળ.

~ ન્હાનાલાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: