ઉર્વી પંચાલ ~ તમારી સ્હેજ પણ * Urvi Panchal

લોકો

તમારી સ્હેજ પણ, પરવા કદી કરતાં નથી લોકો
સવારે હોય એવાં સાંજનાં મળતાં નથી લોકો.

ફકત પૈસા કમાવાની જ, અહીંયા હોડ લાગી છે
દુવાઓને હવે દોલત અહીં ગણતાં નથી લોકો.

કદી ક્યાં અંત આવે લોભ કે લાલચ તણો બોલો
સફર પર નીકળી પાછાં અહીં ફરતાં નથી લોકો.

વડીલોની સલાહો તો, અહીં માને નહીં કોઈ
એ હારેલા વળે, વાળ્યાં કદી વળતાં નથી લોકો.

કરે વિજ્ઞાનની વાતો નિયમ કુદરત તણાં તોડી,
હવે શ્રદ્ધા ધરી ભગવાનને ભજતાં નથી લોકો.

મગજ, મન ને વિચારોમાં ને ખટકે કોઈ આંખોમાં,
હૃદયમાં પણ કદી કાયમ હવે  વસતાં નથી લોકો.

તમારી ચીસ  કે ચિત્કારનો પડઘો પડે છો ને!
અવાજો કોઈનાં કાને હવે ધરતાં નથી લોકો.

સમય ક્યાં હોય છે, ક્યાં યાદ કરવા બેસવા સૌને,
વિના કારણ હવે તો કોઈને મળતાં નથી લોકો.

ખુશીમાં આવશે હસતાં, બધાંયે સાથ પણ આપે,
પડાવી ભાગ દુઃખમાં જો કદી રડતાં નથી લોકો.

રહી ‘ઉરુ’ એકલી કાયમ જુઓ લાખોની મહેફિલમાં,
અહીં સાથે રહીને પણ કદી ભળતાં નથી લોકો.

~ ઉર્વી પંચાલ ‘ઉરુ’

સીધી સાદી વાત અને સીધી સાદી ગઝલ.       

7 Responses

  1. ઉમેશ જોષી says:

    કવયિત્રિ ઉવીઁ પંચાલની સરસ ગઝલ છે…
    સરળતા અથઁસભર છે.
    અભિનંદન.

    • ઉર્વી પંચાલ "ઉરુ" says:

      ખુબ ખુબ આભાર આપનો 🙏

  2. Minal Oza says:

    ગઝલની.સરળતા જ એના અર્થને ગાંભીર્ય આપે છે.

  3. ખુબ સરસ ગઝલ સરળતા જ પ્રભાવિત કરી જાય તેવી રચના ખુબ ખુબ અભિનંદન

    • ઉર્વી પંચાલ "ઉરુ" says:

      જી આપની આભારી છું આદરણીય.🙏

  4. Anonymous says:

    Very nice poem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: