પ્રફુલ્લ પંડ્યા ~ પ્હેરેલા નાકનું ગીત * Prafull Pandya 

હાથ તૂટી ગ્યા, પગ તૂટી ગ્યા, તો ય બચી ગયું નાક !
યુધ્ધમાં ગતિ એમ પામ્યા જાણે ખેતરે ઝૂલે પાક !

આમ તો આપણે અદના માણસ,
અદથીયે થોડા ઓછાં!
કોણ જાણે કેમ સૌએ માર્યા,
આપણા વિશે લોચા !
લોચાએ પણ લોચન દીઠાં, થઈ ગ્યો આપણો ઠાઠ!
આપણું બધું સાવ તૂટી ગયું, એક બચી ગયું નાક !

પછી લોચન પાસે જઈને ઊભાં,
અરમાનો બહુ ઊંચા,
રૂપનું પ્રતિક બોલી ઊઠયું,
અબતક નહીં કુછ સોચા ?
આપણે પછી બોલીએ શું ભૈ, આપણો હોય જ્યાં વાંક !
આપણું બધું સાવ તૂટી ગયું, એક બચી ગયું નાક !

~ પ્રફુલ્લ પંડ્યા

આ કવિના ટેરવાંમાં એવો જાદુ છે કે મનમાં જે વિષય ઊગે, એના પર એક મજાનું ગીત રચાઇ જાય. કવિના મનમાં આવો વિષય ઊગવો એ ય હટકે વાત છે.

આ ગીતને માત્ર હાસ્યગીતમાં નહીં ખપાવી શકાય. જાતને આયના સામે ધરી પોતાના ઉપર કટાક્ષ વેરવામાં કવિએ પાછીપાની નથી કરી. (અલબત્ત જાતને એ જગતને, સમજે એને) અને તોયે હાસ્યરસની છોળ તો ખરી જ ખરી…. વાહ કવિ !   

7 Responses

  1. સરસ મજાનું નાવિન્યપૂર્ણ ગીત કવિ શ્રી ને ખુબ ખુબ અભિનંદન

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    મજાનું ગીત છે. હાસ્ય કટાક્ષ કરતાં કરતાં કવિએ વાસ્તવ અને અતિવાસ્તવનું સુંદર મિશ્રણ કરેલ છે. આ પંકિત જુઓ-યુદ્ધમાં ગતિ એમ પામ્યા જેમ ખેતરે ઝૂલે પાક @

  3. ઉમેશ જોષી says:

    ખૂબ સરસ ગીત છે..

  4. Minal Oza says:

    હસતાં હસતાં વ્યંગમાં ઘણું કહી દેવાની કવિની શૈલી અનોખી છે.
    અભિનંદન.

  5. Varij Luhar says:

    અદથીયે થોડા ઓછાં… વાહ પ્રફુલ્લ ભાઈ

  6. ગુલામ અબ્બાસ નાશાદ says:

    બહુ સરસ ગીત

  7. ખૂબ જ સરસ, નાક સચવાયાની પુનરોકતિ ગમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: