Robert Frost : Stopping by Woods – અનુવાદ : ઉમાશંકર જોશી
Stopping by Woods
Whose woods these are I think I know.
His house is in the village though;
He will not see me stopping here
To watch his woods fill up with snow…..
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year….
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake……
The woods are lovely, dark and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep…
– Robert Frost
***
કાવ્યપ્રેમીઓ, આ નવી અને જુદી વ્યવસ્થામાં થોડી તકલીફ પડશે, email બાબતે. ધીરજ ધરીને સાથ આપવા વિનંતી છે. એનો ઉપાય થશે.
કોનાં આ વન
કોનાં આ વન, છે જ તો મારી જાણમાં,
છે જો કે ઘર તો ભલા એનું ગામમાં.
ન થંભતો આંહીં મને નિહાળશે
જોતો ભરાતાં વન આ હિમપાતમાં.
મારા નાના અશ્વને લાગતું હશે
વિચિત્ર રોકાણ આ, ન મકાન તો કશે.
વનો, થિજેલા વળી આ તળાવની
વચ્ચે તમિસ્રાભરી સાંજ શી લસે !
હલાવીને હય ઘંટડીઓ ધુરા તણી
જાણે પૂછે : નથી ને કંઈ ભૂલ આપની ?
સ્ફુરંત હળવા સપાટા હવાના
ને રેશમી હિમફર્ફર માત્રનો ધ્વનિ.
વનો છે શ્યામલ ગહરાં, મજાનાં,
પરંતુ મારે છે વચન પાળવાનાં.
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના,
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના.
ભાવાનુવાદ : ઉમાશંકર જોશી
OP 19.10.2020
પ્રતિભાવો