અશરફ ડબાવાલા ~ અવતરે ઈશ્વર

અવતરે ઈશ્વર તો એને ધર્મ કેવાં લાગશે ?

જન્મથી નક્કી છે એને વર્ગ કેવાં લાગશે ?

જો અધિવેશન ભરાતું હો ફૂલો ને મહેકનું

મંચ પર અત્તરના ત્યાં સંદર્ભ કેવાં લાગશે ?

મારા બરનું કામ દઈ દે, કાં પછી દિવાનગી

વચમાં રહું તો પછી અડધાપડધા કર્મ કેવાં લાગશે ?

ઝેરનાં મારણની વિદ્યામાં છો પારંગત તમે

ઝેર જો પીવાં પડે તો સર્પ કેવાં લાગશે ?

ચસ્કો એવો લાગ્યો છે નશ્વર જનમનો કે હવે

કોણ જાણે અમને એનાં સ્વર્ગ કેવાં લાગશે ?

અશરફ ડબાવાલા

ધર્મ અને નાતજાતના વાડા માટે કટાક્ષ, માનવીની વૃત્તિ માટે ચાબખા…. અને છેવટે જાત માટેની સચ્ચાઈ….  

19.4.21

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

20-04-2021

કવિ અશરફ જીની ગઝલ ખૂબ સરસ.

શિલ્પી બુરેઠા

19-04-2021

વાહ , ક્યા બાત

લતા હિરાણી

19-04-2021

વિપુલભાઈ, મેવાડાજી, વારિજભાઈ અને જિજ્ઞા ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર.

vipul acharya

19-04-2021

vinod joshi ane Ashraf Dabawala ni krutio saras.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: