ઉમાશંકર જોશી ~ મારું જીવન * Umashankar Joshi

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી

મારું જીવન એ જ મારી વાણી
બીજું એ તો ઝાકળ પાણી.
મારા શબ્દો ભલે નાશ પામો
કાળ ઉદર માંહી વિરામો ……..
મારા કૃત્ય બોલી રહે તોય
જગે કેવળ સત્યનો જય
મારો એ જ ટકો આધાર
જેમાં સત્યનો જયજયકાર ……
સત્ય ટકો છો જાય આ દાસ
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ
એને રાખવાનું કોણ બાંધી ?
એને મળી રહેશે એના ગાંધી
જન્મી પામવો મુક્ત સ્વદેશ….. ઉમાશંકર જોશી  

આજે લાલબહાદૂર શાસ્ત્રી અને ગાંધીજીનો જન્મદિવસ. દેશ કાજે પ્રાણ આપનારા બેય મહામાનવોને વંદન. ગાંધીજીના ગુણગાન તો આખા ભારતમાં ગવાવાના. અને એમાં મોટાભાગે મોટાભાગના લોકોથી શાસ્ત્રીજી ભુલાઈ જાય છે. જે શાસ્ત્રીજી માટે ઘણું અન્યાયકારી છે. અલબત્ત આવા વીર માનવોને ન્યાય-અન્યાયની કોઈ પડી નથી હોતી. એમનાં જીવન પોતાના ધ્યેયને સમર્પિત હોય છે.

શાસ્ત્રીજી માટે કોઈ કવિતા લખાઈ હોય તો, શોધી. મને ન મળી, કદાચ હોય પણ ખરી ! અંતે ઉમાશંકર જોશીનું આ કાવ્ય પસંદ કર્યું. એ ગાંધીજી માટે છે પણ આ વાત શાસ્ત્રીજી અને તમામ વીર મહામાનવોને લાગુ પડે છે. આવા વીરો હંમેશા સત્ય માટે મરી ફિટનારા હોય છે. ફરી એકવાર લાલબહાદૂર શાસ્ત્રીજીને અને ગાંધીજીને વંદન. ‘કાવ્યવિશ્વ’ના ભાવકોને વિનંતી કે શાસ્ત્રીજી પર કોઈ કવિતા એમની પાસે હોય તો મને જરૂર આપે. આભાર.     

2.10.21

આભાર આપનો

06-10-2021

આભાર સરલાબેન, છબીલભાઈ, વારિજભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

Sarla Sutaria

04-10-2021

આપણા દેશને ઉન્નત મસ્તકે જીવતા શીખવનાર બંને મહાનુભાવોને શત શત પ્રણામ ?
ગુજરાતના ગૌરવ એવા શ્રી ઉમાશંકર જોશી સાહેબની આ રચના દરેક દેશવાસીના દિલમાં દેશભક્તો માટે સંવેદના જગાવે છે. કવિશ્રીને શત શત પ્રણામ

Varij Luhar

03-10-2021

આપણી ભાષાનાં ગૌરવ સમાન કવિશ્રી ઉમાશંકર જોશી નું આ કાવ્ય વાંચીને ખૂબ આનંદ થયો

છબીલભાઈ ત્રિવેદી

02-10-2021

આજનુ ઉમાશંકરજોશી સાહેબ નુ કાવ્ય ખુબજ ગમ્યું ઘણી વખત બે મહા માનવો ની તિથી અેક દિવસે આવતી હોવાથી આવુ બને તે સ્વાભાવિક છે જેમકે રામનવમી અને સહજાનંદ સ્વામી નારાયણ ની રામનવમી બન્ને ભારત માતા ના ભડવિર સંતાનો હતા કોટી કોટી વંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: