દાન વાઘેલા ~ મને ચડી ગઈ* Dan Vaghela

મને ચડી ગઇ રોમ-રોમ ટાઢ !
ગાજ નહીં વીજ નહીં, પૂનમ કે બીજ નહીં –
ઓચિંતો ત્રાટકયો આષાઢ ! …… મને ચડી ગઇ…

ઘરમાંથી ઊંબરાની મર્માળી ઠેસ છતાં ચાલી હું મીણ જેમ પીગળી !
માઝમતી રાતે આ મન એવું મૂંઝાણું : જાણે કે વીંટળાતી વીજળી !
કોને ખબર છે કે ગામ આખું કોરું
પણ ડૂબ્યા આ મેડી ને માઢ !……. મને ચડી ગઈ…

દરિયાના મોજાં તો માપી શકાય અરે ! ફળિયાની ફાળ કેમ માપવી ?
સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને શેરીમાં કોને જઇ આપવી
રુદિયામાં ફુવારા ફૂટે છે જાણે કે –
પીલાતો શેરડીનો વાઢ ! …… મને ચડી ગઈ.

~ દાન વાઘેલા

કુંવારી છોકરીના અરમાન અનેક કવિના ગીતોમાં છલકાયા છે. એમાંથી બેસ્ટ ગીતોની નાનકડી યાદી બને તો એમાં જરૂર આ ગીતને સ્થાન મળે !  ‘ઊંબરાની મર્માળી ઠેસ’ કે ‘પીલાતો શેરડીનો વાઢ’, વાહ કવિ શું કલ્પન છે !

કુંવારી છોકરીના અરમાન અનેક કવિના ગીતોમાં છલકાયા છે. એમાંથી બેસ્ટ ગીતોની નાનકડી યાદી બને તો એમાં જરૂર આ ગીતને સ્થાન મળે !  ‘ઊંબરાની મર્માળી ઠેસ’ કે ‘પીલાતો શેરડીનો વાઢ’, વાહ શું કલ્પન છે !

27.1.22

*****

આભાર

05-02-2022

આભાર દિપ્તીબેન, રેખાબેન, સુધાબેન, વારિજભાઈ, અર્જુનસિંહ, મેવાડાજી, ઉમેશભાઈ અને છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

Dipti Vachhrajani

01-02-2022

Khub sundar rachna

Varij Luhar

30-01-2022

વાહ કવિશ્રી દાન વાઘેલા નું સુંદર ગીત માણવા મળ્યું

રેખાબેન ભટ્ટ

29-01-2022

દાન વાઘેલા, જસુબેન બકરાણિયા…. સુંદર કવિતાઓ….અને કંઈક નવુંજ કલ્પન! આ તો બે જ નામ લખ્યાં છે પણ યાદી ઘણી મોટી છે. કે જેમને ઘણાં બધાં એ નથી વાંચ્યાં… મેં તો નહીં જ. એટલે હું તો રોજ રાજી થાઉં છું કે, વાહ…. કેટલું સુંદર!.
અને સાચું કહું ભલભલા વાંચવાના શોખીન માટે પણ વાર્તા, નવલકથા, સહસકથા, નાટકો, નિબંધો….. ની સરખામણી એ કાવ્યસંગ્રહનો વારો ક્યારે આવતો હશે?
એટલે રોજેરોજ..કેટલીએ કવિતાઓ માંથી પસાર થઈને આપણી સમક્ષ આવે છે … ઉત્તમ અને કંઈક નવું.
તો, લતાબેનને અભિનંદન અને સૌ કવિઓને અભિનંદન… વંદન 🙏

સુધા ઝવેરી

28-01-2022

સરસ ગીત! કાવ્યનો આ પ્રકાર આમેય મને વિશેષ પ્રિય છે. આખું કાવ્ય સરસ. પણ ઊર્મિઓના આવેગવશ ઘરનો ઉંબર વળોટતી કન્યાને ‘ઉંબરાની મર્માળી ઠેસ’….અદભૂત !

અર્જુનસિંહ.કે.રાઉલજી.

28-01-2022

વાહ વાહ મને ચઢી ગઈ રોમ રોમ ટાઢ ..જાણેકે પીલાતો શેરડીનો વાઢ .વાહ કવિ ..અદભૂત ગીત .ગમ્યું . લતામેડમને પણ આવું સુંદર કાવ્ય મૂકવા બદલ અભિનંદન સહ આભાર .દિનપ્રતિદિન કાવ્યવિશ્વ લોકપ્રિય થતું જાય છે

સાજ મેવાડા

27-01-2022

ખૂબ સુંદર ગીત માણવા મળ્યું.

ઉમેશ જોષી

27-01-2022

કવિ શ્રી દાન વાઘેલાનું ગીત ખૂબ ખૂબ સરસ છે.
અભિનંદન.

છબીલભાઈ ત્રિવેદી

27-01-2022

આજ ના દાન વાઘેલા ના કાવ્ય કુંવારી છોકરી ના અરમાન ખુબ સરસ બધા કલ્પનો અતિ સુંદર ખુબ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: