ઉમાશંકર જોશી ~ લૂ જરી તું * Umashankar Joshi

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય !
કોકિલા, તું  ધીમે ધીમે ગા,કે મારો જિયરો દુભાય !

પાંખો થંભાવી ઊભું સ્થિર આભ પંખી,
સૃષ્ટિ મધ્યાહન કેરા ઘેનમાં છે જંપી.
એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી……. લૂ,જરી તું…

ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં….. લૂ, જરી તું…

~ ઉમાશંકર જોશી 

ઉનાળાની બપોરે પ્રિયતમની રાહ જોતી એની છાયા ઓઢીને બેઠેલી નાયિકાનું આ ગીત છે.  

ઉ.જો. શબ્દપ્રયોગમાં ખાસ્સા precise હતા. આમ તો ‘ધીરે ધીરે‘ ને ‘ધીમે ધીમે‘ને અદલાબદલી કરીને વાંચી શકાય ને બંનેના અર્થ એક જ થાય છે; પણ અહીં પ્રથમ પંક્તિમાં ‘ધીરે ધીરે’ શબ્દ વાપર્યો તે  ઉનાળાની લૂ વાય તેની ગતિ માટે  ને બીજી પંક્તિમાં  ‘ધીમે ધીમે’ શબ્દપ્રયોગ કોકિલાના અવાજ-volume – માટે હશે! ~ અમર ભટ્ટ

સૌજન્ય : શ્રી અમર ભટ્ટ આલબમ ~ ગીતગંગોત્રી

OP 9.6.22

કાવ્ય : ઉમાશંકર જોશી સ્વરકાર: અમર ભટ્ટ ગાયક: હિમાલી વ્યાસ નાયક

***

આભાર

11-06-2022

પ્રતિભાવ આપનારા સૌ મિત્રોનો દિલથી આભાર

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા મિત્રોનો પણ આભાર

સિલાસ પટેલીયા.

10-06-2022

ઉમાશંકરનું
લૂ વિશેનું ગીત ખૂબ ગમ્યું.
આનંદભેર આભાર.

વિવેક મનહર ટેલર

09-06-2022

સુંદર ગીત.

અમરભાઈની કવિના શબ્દચયન બાબતની ટિપ્પણી યથોચિત.

છબીલભાઈ ત્રિવેદી

09-06-2022

આજનુ ઉમાશંકરજોશી નુ કાવ્ય ખુબજ ગમ્યું કાવ્ય મા પ્રગટ થતો ભાવ સુંદર આપનો કાવ્ય વિષે નો ભાવાનુ વાદ પણ અેટલોજ સરસ આભાર લતાબેન

દીપક વાલેરા

09-06-2022

ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: