ઉશનસ્ ~ સદા રાત્રે જ્યાં હું 

સદા રાત્રે જ્યાં હું ~ ઉશનસ્

સદા રાત્રે જ્યાં હું બીડું છું ઘરનાં દ્વાર, થતું કે
રહી જાઉં થોડો ખુદ હું ઘરની બ્હાર અચૂકે;

કરી નક્કી જ્યાં હું પથ અમુક કે એક ગ્રહું છું;
અરે, ના લીધો તે પથ પછી ન કેડો મુજ મૂકે;

કર્યાં કોણે આવાં મુજ અખિલનાં બે અડધિયાં ?
અને એ બે વચ્ચે કુણ થઈ વળી આડશ ઝૂકે ?

છૂટાં તત્ત્વો ભેગાં કરી જ બનું છું એકમ, છતાં
વિભાજ્યા અંશે શી અણુ અણુ અખિલાઈ ઝબૂકે !

તૂટ્યો, કિન્તુ છૂટ્ટા કણ કણ મહી દર્દ દૂઝતું
અખિલાઈનું, તે ઉશનસ્, કરી રુઝાય ખરું કે ?

~ ઉશનસ્

શિખરણી છંદમાં લખાયેલી એક ઉત્તમ કવિની ઉતમ ગઝલ

કવિના જન્મદિને સ્મૃતિવંદના

OP 28.9.22

છબીલભાઈ ત્રિવેદી

28-09-2022

સરસ મજાની ગઝલ બધા શેર હ્રદય સ્પર્શી આભાર લતાબેન

ઉમેશ જોષી

28-09-2022

સદા રાત્રે જયાં હું..
આ ગઝલના દરેક શેર મનને સ્પર્શી જાય છે.
ઉમદા ગઝલ છે.
કવિ ઉશનસ્ જીને સ્મરણ વંદના.

Gurudatt

28-09-2022

પ્રિય છંદ.. ઉત્તમ રચના.. વાહ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: