રફીક અહમદ ~ એ

એ કંઇક ભૂલી ગઇ છે

રોજ એમ જ બને છે, રોજની બસ ચૂકી જવાય છે

રસ્તા પર ગભરાઈને ઊભા ઊભા

અંદર ને અંદર

વ્યાકુળતાની કાળી રેતી

શોર મચાવી જાય છે.

શું ભૂલી ગઈ, ગેસ સિલિંડર બંધ કરવાનું?

બહારના બારણાં પર તાળું મારવાનું?

ઇલેક્ટ્રીક પંખો બંધ કરવાનું?

બાળકોનું હોમવર્ક પૂરું કરાવવાનું?

ગુસ્સાલુનો શરાબખાનામાં ખોવાયેલો રૂમાલ….

ના, આ બધું નહીં

એ કંઇક ભૂલી ગઇ છે

યાદ નથી કરી શકતી

યાદોથી ભરેલો પુરાણો માંસલ ચહેરો

એ કંઇક ભૂલી ગઈ, જલ્દી નીકળતી વખતે

કાર્યાલયની ફાઇલમાં?

રજિસ્ટરમાં સહી કરવાનું?

ગલીની શાકની દુકાનના ઓટલા પર?

નહીં, એ કાંઈ ભૂલી નથી

પોતાના સિવાય….

~ રફીક અહમદ  અનુ. જયા મહેતા

આ મલયાલમ કાવ્ય એક પુરુષે લખ્યું છે અને પૂરી સ્ત્રીસંવેદનાની અનુભુતિથી. સ્ત્રીના અંતરતમના ઊંડાણોનો જાણે એણે તાગ મેળવી લીધો છે. પરકાયા પ્રવેશ પણ કહી શકાય એટલી ઊંડી નિસબતથી !!

એ કંઇક એવું ભુલી ગઈ છે જે સામાન્ય નથી. એ એને યાદ નથી આવતું કેમ કે એની ઓળખ સુદ્ધાં એ ખોઈ બેઠી છે. પોતાના યંત્રવત જીવનની ઘરેડમાં એ એવી ગુંચવાઇ ગઈ છે કે જાત સાથેનો સંબંધ સાવ ઘસાઇ ગયો છે!

7 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    દૈનિક ઘરેડની ક્રિયાઓ અંતે કલાત્મક કવિકર્મ મારફત કાવ્ય બની જાય છે.

  2. ગુલામ અબ્બાસ નાશાદ says:

    સરસ રચના

  3. ઉમેશ જોષી says:

    સ્ત્રીના અંતરમનની અભિવ્યક્તિમાં કવિએ વાસ્તવિકતા પ્રગટાવી છે.

  4. Minal Oza says:

    પોતાની જાત સિવાય સૌની ખેવના કરતી નારીના ભાવને કવિએ સરસ વાચા આપી છે. અનુવાદ પણ સરસ થયો છે.

  5. સ્ત્રી ના સમર્પણ ની અદભૂત વાત કાવ્ય દ્નારા કહી છે આસ્વાદ પણ અેટલોજ સરસ અભિનંદન

  6. 'સાજ' મેવાડા says:

    વાહ, અદ્ભૂત સ્ત્રીની જીવંત જિંદગીની વિડમણા રજૂ થઈ છે.

  7. Kavyavishva says:

    સૌ પ્રતિભાવકો અને મુલાકાતીઓનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: