Tagged: prafulla vora

પ્રફુલ્લા વોરા ~ ચાલ હવે * Prafulla Vora

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત. ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત. ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત...