રેતીના દરિયામાં ફૂલોની નાવ લઈને દોડું છું
કોઈ અચરજ જેવા માણસનો દેખાવ લઈને દોડું છું…..
છે ભીડ અહીં એકલતાની ને શહેર દીસે સન્નાટાનું
ને નામ વગરના સ્ટેશનનો સંભાવ લઈને દોડું છું…..
કોઈ પંખી માફક પાંખ લઈ ઊડીને જાવું ક્યાં સુધી?
હું સાવ ગબડતા મારગનો ઢોળાવ લઈને દોડું છું….
આ રેશમિયા સંબંધોનો વ્યવહાર મને મંજૂર નથી,
બસ, અંગત અંગત પથ્થરિયો ઘેરાવ લઈને દોડું છું….
મનગમતા રંગોને બદલે આંખોમાં ઊગી ગ્યા થોર પછી
જખ્મોથી છલકતાં લોહી તણો ઘેરાવ લઈને દોડું છું….
~ પ્રફુલ્લા વોરા
ખૂબ સરસ લખતાં કવિ પ્રફુલ્લા વોરાને કેન્સરે આપણી પાસેથી છીનવી લીધા……

ખૂબ સરસ કાવ્યો 👍👌
અભાવ સંવેદનની સરસ ગઝલ