મુક્તક : ઉમાશંકર જોશી * Umashankar Joshi

મુક્તક શબ્દમાંનો ‘મુક્ત’ એટલો ભાગ તો પરિચિત છે. મુક્ત એટલે છૂટું, બંધન વગરનું. મુક્ત-ક એટલે છૂટું કાવ્ય. કવિઓ લાંબાં કાવ્યો લખે તેમાં તો દરેકેદરેક શ્લોક આખી કૃતિની સાથે બંધાયેલો હોય, પણ ક્યરેક ક્યારેક તેઓ છૂટક શ્લોકો લખે તો તેવો દરેક...