વહીદા ડ્રાઈવર ~ સાગરને

કિનારે ઉભી રહી
સાગરને
બે ભાગમાં વિભાજિત જોઉં છું
આમ તો
સાગરમાં સમાય છે
અનેક નદીઓ
પણ… હું તો
સાગરને
બે નદીઓમાં વહેંચાતો જોઉં છું
એ નદીઓ આવી મળે
આંખોને
ને—
મારી કવિતા
આટોપી લઉ છું!
~ વહીદા ડ્રાઈવર
સંબંધો…. સંબંધો….. પીડતા સંબંધો ….. ક્યાં છે હાશ મળે એવા સંબંધો ???
ખૂબ સરસ…👌
ખુબ સરસ મજાની રચના કવિ શ્રી ની વેદના બખુબી કાવ્ય મા પ્રગટ થયેલી છે ખુબ ખુબ અભિનંદન
વાહ, ખૂબ સરસ પ્રતિક, ગમ્યું
સંબંધોની પીડાને વ્યક્ત કરતી રચના ઉમદા છે
અભિનંદન.
મારી રચના ને સ્થાન આપવા બદલ બેન શ્રી નો ખૂબ ખૂબ આભાર
સૌનો ખૂબ ખૂબ આભાર
મારી રચના વિશે પ્રતિભાવ આપવા બદલ
ઘણા સાહિત્યકારો પ્રતિભાવ આપે એવી આશા સહ