સુરેન્દ્ર કડિયા ~ મજાથી
જુઓ, એક હોકો ફરે છે મજાથી
‘ફરી એક મોકો’ ફરે છે મજાથી
અહીં કૈંક લાશોના રસ્તા થયા છે
અને કૈંક લોકો ફરે છે મજાથી
તમે બંધ આંખે ધરો ધ્યાન જેનું
વિરાટે વિલોકો, ફરે છે મજાથી
અણુબૉમ્બ જેવાં અમારા શબદને
અરે ! કોઈ રોકો, ફરે છે મજાથી
ગઝલમાં ઘૂંટાતી હશે વેદ-શ્રુતિઓ
વિહગવંત શ્લોકો ફરે છે મજાથી
~ સુરેન્દ્ર કડિયા
મજાથી (!) ફરતા હોકાની વાત શરૂ થઈને ક્યાં પહોંચે છે ? અલબત્ત આ મુસલસલ ગઝલ નથી પણ તોયે જેની શરૂઆતમાં ‘ઉડતા પંજાબ’ યાદ આવી જાય એ ગઝલને કવિએ અંતે વેદ-શ્રુતિ અને શ્લોકો સુધી પહોંચાડી!
સરસ મજાની રચના કવિ શ્રી ને અભિનંદન
પ્રથમ શેર સહજ સાધ્ય.
બહુ જ સરસ અભિવ્યક્તિ.
કવિને અભિનંદન દિલથી.
ખૂબ સરસ ગઝલ, મજાની.
સરસ રચના…મજાથી…. મજા પડી ગઈ
સરસ રચના…મજાથી…. મજા પડી ગઈ