કમલ પાલનપુરી

પીડા કંઇ અવતારી ન્હોતી

ને એથી ગણકારી ન્હોતી.

મારું પણ દુર્ભાગ્ય હતું કે,

સામા ઘરને બારી ન્હોતી.

બદલામાં કંઈ પણ લીધું નૈ,

મારી મા વેપારી ન્હોતી.

ક્યાંથી ઊગીતી ઈચ્છાઓ,

દિલમાં એક્કે ક્યારી ન્હોતી.

ક્યાંક થશે હાવી મારા પર,

યાદ કદી લલકારી ન્હોતી.

દર્દ, ગઝલમાં બદલી દેવા,

આગ હૃદયની ઠારી ન્હોતી.

એને ખુશ કરવા મેં કબૂલી,

હાર કમલઅણધારી ન્હોતી.

~ કમલ પાલનપુરી

ટૂંકી બહરના, ગમી જાય એવા મજાના શેર

12 Responses

  1. Kirtichandra Shah says:

    Sama Ghar ne bari nhoti વાહ saras

  2. ઉમેશ જોષી says:

    સકળ શેર ખૂબ સરસ છે.

  3. વાહ, સરસ શેરની ગઝલ.

  4. કમલ પાલનપુરી says:

    કાવ્યવિશ્વ એડમીન અને પરિવારનો મારી રચના પસંદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.

  5. બધાજ શેર ખુબ ગમ્યા અભિનંદન

  6. કમલ પાલનપુરી says:

    🙏🙏🙏

  7. હરીશ દાસાણી.મુંબઈ says:

    કમલ પાલનપુરીની આ કવિતા હળવા હાથે આપણને ભૌતિક વિશ્વમાંથી ઊંચે ઊંચકી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: