Thomas Carlyle ~ To Day * અનુ. રંતિદેવ ત્રિવેદી ‘રવિ’ * Rantidev Trivedi

To Day : Thomas Carlyle

So here hath been dawning

Another blue day

Think wilt thou let it

Slip useless away?

Out of Eternity

This new Day is born,

Into Eternity,

At night, will return.

Behold it aforetime

No eye ever did

So soon it for ever

From all eyes is hid.

Here hath been dawning

Another blue day

Think wilt thou let it

Slip useless way?

*****

આજ : Thomas Carlyle

તો થયું છે ઉદિત પરોઢ,

થયો છે ઉગમિત અન્ય નીલવર્ણાદિન

કહો, વહી જવા દેશો તેને તમે શું

વ્યર્થમાં, જીવન વહેણમાં ?

થયો છે જનિત નવ્ય દિન આ

અનંતતા થકી,

અને યામિની સંગે

ભળી જશે જ તે અનંતતાના અર્ણવમાં.

ગત કાળે, નિહાળ્યો હતો ના તેને કોઈએ ય,

અને તે રીતે જ,

થઈ જશે વિલુપ્ત તે

આપણી દૃષ્ટિ પરે,

અણજાણ કો દિશાએ.

અહીં, અત્રે જ,

થઈ રહ્યો છે ઉગમિત

અન્ય નીલવર્ણી દિન

કહો, વહી જવા દેશો તેને તમે શું

વ્યર્થમાં જીવનવહેણમાં ખરે ?

અનુવાદ : રંતિદેવ ત્રિવેદી ‘રવિ’

30.3.22

***

*****

સાજ મેવાડા * 30-03-2022 * ખૂબ સરસ ભાવાનુવાદ.

છબીલભાઈ ત્રિવેદી * 30-03-2022 * વાહ ખુબ સરસ અનુવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: