બાલમુકુન્દ દવે ~ બંદો અને રાણી * Balmukund Dave

બાલમુકુન્દ દવે ~ બંદો અને રાણી

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઈજી જોઈજી.

એકલ બપોરે તને જોઈ મારી રાણી !
અક્કલપડીકી મેં ખોઈજી ખોઈજી….. 

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઈજી રોઈજી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઈજી લોઈજી….. 

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઈજી પ્રોઈજી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઈજી દોઈજી….. 

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઈજી જોઈજી

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઈજી સોઈજી….. 

~ બાલમુકુન્દ દવે

પ્રિયાને જોઈ સાનભાન ભૂલનારા નાયક તો ઘણા પણ આ પ્રેમગીતમાં નાયક ‘અક્ક્લપડીકી’ ખોઈ બેસે છે ! આવા મજાનાં શબ્દો સાથે અમર ભટ્ટ અને હિમાલી નાયક વ્યાસનું મીઠું ગાયન પણ… 

સૌજન્ય : અગસ્ત્ય ફાઉન્ડેશન  

OP 7.3.22

કાવ્ય : સ્વરકાર: અમર ભટ્ટ ગાયક: અમર ભટ્ટ, હિમાલી વ્યાસ નાયક

***

સાજ મેવાડા

07-03-2022

ગામઠી વાતાવરણમાં પ્રાંગરતો પ્રેમ અને એવાજ શબ્દોમાં ગીત, વાહ. સ્વરાંકન પણ સરસ સીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: