ઉમેશ જોષી ~ ક્ષણમાં ‘હું’ છું * Umesh Joshi

ક્ષણમાં ‘હું’ છું ~ ઉમેશ જોશી

ક્ષણમાં ‘હું’ છું ક્ષણમાં ટોળું
આ રહસ્ય ક્યાં જઇ ખોળું

પાન પરના ઝાકળી ટીપે
ભરી ઘડો મૃગજળમાં ઢોળું

ઘેલો કહી ચીડવી છે સૌ
મારા કાટલે કેમ તોળું

જેના સહારે આવી ગયો
એ પગરવને ક્યાં ખંખોળું

શ્વેત ચાદર તો ઓઢી હવે
સૂતો ખાલીપો ઢંઢોળું.

~ ઉમેશ જોશી

મત્લાનો શેર ધ્યાન ખેંચી લે એવો થયો છે. અને લગભગ દરેક માનવી સાથે બનતી આ ઘટના ! ક્યારે સમજણ ઊગી જાય ને ક્યારે એ છૂમંતર થઈ જાય એની ખુદનેય ખબર પડવી અઘરી….  બીજા શેર પણ સરસ થયા છે.

OP 5.4.22

Avval Sadikot

09-04-2022

અદભુત!

આભાર

06-04-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

06-04-2022

કવિ ઉમેશ જોશી ની રચના ખુબ સરસ બધા શેર ખુબ માણવા લાયક ખુબ ખુબ અભિનંદન

સાજ મેવાડા

05-04-2022

ખૂબ સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: