બકુલેશ દેસાઇ ~ જેઠનું આકાશ

જેઠનું આકાશ ~ બકુલેશ દેસાઈ

જેઠનું આકાશ ચૂંટયું છે ફરી

શ્રાવણી સદભાગ્ય ફૂટ્યું છે ફરી.

શોધ કુહાડીની થૈ છે ત્યારથી,

અન્નજળ છાયાનું ખૂટયું છે ફરી.

વાંસળી તો માત્ર ચિત્રોમાં મળે!

આંગળીએ મૌન ઘૂંટયું છે ફરી !   

સાત સૂરનો એ જ સન્નાટો અહીં,

કોઈએ સુરતને લૂંટયું છે ફરી !

લખવા તેમજ બોલવા-નિહાળવા

હદ કરી તો આભ તૂટ્યું છે ફરી.

બકુલેશ દેસાઈ

નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ અને કવિ બકુલેશ દેસાઈ 75મા વર્ષમાં પ્રવેશે છે. એમને ઝળહળતા અભિનંદન.

ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિ સભ્ય એવા શ્રી બકુલેશભાઈની ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયાં છે.

1. અવાંતર (1983)  2. અમીરાત (1999)   3. આપોઆપ (2010) મનહરલાલ ચોકસી ગઝલ પારિતોષિક  

‘ગની’ની મહેક (2008) એ સંપાદન છે. એક હાસ્યલેખ સંગ્રહ પણ પ્રકાશિત થયેલ છે.

કવિને ‘કાવ્યવિશ્વ’ તરફથી ફરી ફરી અઢળક અભિનંદનો

OP 14.7.22

***

આભાર

17-07-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, સિલાસભાઈ, રેણુકાબેન

આનંદ આનંદ બકુલેશભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

રેણુકા દવે

16-07-2022

ખૂબ સરસ ગઝલ 👌🏻

જન્મદિવસની ઘણી ઘણી શુભેચ્છાઓ, બકુલેશ ભાઈ 🙏

સિલાસ પટેલીયા

15-07-2022

બકુલેશ દેસાઈની સુંદર રચના વાંચવાની મજા પડી, સાથે સાથે
સુરત અને વ્યારાના સ્મરણો પણ તાજાં થયાં. એ વર્ષોમાં
બકુલેશ દસાઈને સાંભળ્યા હતા.

Bakulesh Desai

14-07-2022

Thanx All…Especially Lata madam Great to be a part of this website. Sorry I have to write in English.My Phon has no Guj keyboard now.

સાજ મેવાડા

14-07-2022

સરસ ગઝલ, અભિનંદન, શુભેચ્છાઓ કવિશ્રી બકુલેશભાઈને.

છબીલભાઈ ત્રિવેદી

14-07-2022

સરસ મજાની રચના કવિ શ્રી ને અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: