મનોહર ત્રિવેદી ~ ચાલું મોજ પ્રમાણે & ચરણ સરતાં * Manohar Trivedi  

ચરણ સરતા જાય મિતવા (શિખરિણી)

ચરણ સરતા જાય મિતવા
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા…

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

વળાંકો, છાયાઓ, નભ, પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વહાલ વરસે
ભર્યાં એકાંતોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

~ મનોહર ત્રિવેદી

શિખરિણીમાં સોળે કળાએ ખીલેલું, હરખવશ દીપની જેમ પ્રગટેલું ગીત…..

જન્મદિને કવિને સ્નેહભરી શુભકામનાઓ

ચાલું મોજ પ્રમાણે

ચાલું મોજ પ્રમાણે
કોઈ કશું ના પૂછેગાછે કોઈ કશું ના જાણે

મોજ પ્રમાણે આંખ ભરીને ભરચક ભરચક ઊંઘું
જાણે કોઈ અજાણ્યાં પુષ્પો ડાળ નમાવી સૂંઘું
હું મારું નહીં માનું પણ આ ખેંચે કોણ પરાણે?

હોઠ કરૂં જ્યાં બંધ:રાત લ્યો, મળે મને ચૂપચાપ
કંઠ વહેતો થતાં ઊઘડશે પરોઢ આપોઆપ
તેજ-તિમિરનો મનભર ઉત્સવ રસિયા કોક જ માણે

~ મનોહર ત્રિવેદી

સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ

સર્જક મનોહર ત્રિવેદી

1 Response

  1. વાહ વાહ ખુબ સરસ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: