ભાગ્યેશ જહા ~ મુઠ્ઠીમાં તેં શું ઊંચક્યું ‘તું * Bhagyesh Jaha

ગાંધીને……

મુઠ્ઠીમાં તેં શું ઉંચક્યું’તુ ગાધી ?
આંગળીઓને હતો કશો અંદાજ કે અંદર ફ઼રક ફ઼રક ફ઼રકે છે આંધી ?
નીચા નમીને ખણી ચુંટલી ધરતીની કો’ શ્વેત ત્વચાને,
ખેંચી જાણે પ્રત્યંચાને,
કે ઢંઢોળી કોઇ સૂતેલી શ્વેત ઋચાને ?

કહો,ગાંધી, કહો કાળને,
શા માટે એક નદી કિનારો છોડી,
દોંડી આવ્યા’તા દાંડીએ,

ખળભળતા દરિયાને જોઇ શું બોલ્યા’તા ?
નાનકડી ને સૂકલકડી કાયાને,
કહોને કેવી રીતે કરી દીધી,
એક સદાકાળની દિવાદાંડી ?

હું મીઠાને,
દરિયાના મોજાં મોજાંને,
પવન કવનની લહર લહરને,
પુછી ચૂક્યો છું
આજ ફ઼રીથી પૂછી રહ્યો છું.

~ ભાગ્યેશ જહા

આજે બારમી માર્ચના ઐતિહાસિક દિવસે કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો આશ્રમમાં નહીં ફરૂંની ઐતિહાસિક પ્રતિજ્ઞા કરીને મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાંથી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે 79 અંતેવાસીઓ સાથે દાંડી તરફ કૂચ આદરી હતી.

એ અદભૂત દિવસની યાદમાં….

9 Responses

  1. વાહ ખુબ સરસ રચના અભિનંદન

  2. Kirtichandra Shah says:

    👍👍👍

  3. Anonymous says:

    વાહ…… લતાબેન, તમે સરસ રીતે ઇતિહાસસંદર્ભ અને કવિતાને જોડીને એક ધન્યતા સર્જી….. જય હો, તંત્રીદ્રષ્ટિનો…

    • Kavyavishva says:

      આભારી છું ભાઈ. આપનું નામ લખ્યું હોત તો વધારે સારું થાત.

  4. ઉમેશ જોષી says:

    વાહ ખૂબ જ સરસ અભિવ્યક્તિ છે..

  5. ઉમેશ ઉપાધ્યાય says:

    સરસ રચના

  6. ભાગ્યેશ જહા says:

    જય હો….

  7. ખૂબ જ સરસ અભિવ્યક્તિ, ગાંધીજી ઉપર ઘણાં કાવ્યો રચાયાં, પણ ઝ્હા સાહેબ નો નવો અંદાજ ગમ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: