વાંચશો ને!

આપ ‘કાવ્યવિશ્વ’ની નિયમિત મુલાકાત લો છો એ હું જાણું છું.

નામ મારી સામે એમનાં જ આવે જેઓ પ્રતિભાવ/કોમેન્ટ લખે છે.

બાકીના લોકો આંકડા સ્વરૂપે !

ક્યારેક અનુકૂળતા કાઢી કોમેન્ટ લખી શકો? તો મને આપનો પરિચય પણ થાય!

એ આપણા વચ્ચે જોડતી કડી બને ને?

નીચેની વાત પણ જરૂર વાંચશો. અને આપનાં સુઝાવ આપશો તો હું રાજી.

આભાર અગાઉથી જ માની લઉં છું.  

લતા હિરાણી  

@@@@@

મારી વાત (27.2.24)

‘કાવ્યવિશ્વ’પ્રેમી મિત્રો,

આપની નિયમિત મુલાકાતથી મને ઉત્સાહ રહે છે. ખૂબ આભારી છું. મારે આપના સુઝાવો જોઈએ છે. અહીં શું નવું કરી શકાય? અને અહીં શું બરાબર નથી? બંને વાત please. નીચે કોમેન્ટમાં જ આપ લખશો એવી વિનંતી. ખાસ એ પણ કે કોમેન્ટમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કોઈપણ ભાષામાં આપના નામથી લખશો. મોબાઈલ નંબર પણ લખો તો ઉત્તમ. ઈમેઈલનું ખાનું ફરજિયાત નથી. રાહ જોઉં છું. આવો, લખો….  ~ લતા હિરાણી   

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    કવિઓના જીવનના મહત્વના પ્રસંગો તથા કવિતાઓ પર સમાજ અને વિચારધારાઓની અસરનો અભ્યાસ ઉમેરી શકાય…… હરીશ દાસાણી.મુંબઈ…..ફોન 9967816450

    • Kavyavishva says:

      જી. ગમ્યું આપનું સૂચન. કવિઓના જીવનના કવિતા સંબંધી પ્રસંગો ‘સેતુ’ વિભાગમાં મુકાય છે. આપની પાસે એવી કોઈ વાતો હોય તો જરૂર મોકલજો.
      બીજો વિચાર ખૂબ ગંભીર અને મહત્વનો છે. એવા કોઈ લેખ મને મળશે તો જરૂર મૂકીશ. આપ પણ ચીંધતા રહેજો.
      ફરી એકવાર આભાર. ગમ્યું.
      લતા હિરાણી

  2. દિલીપ વી ઘાસવાલા says:

    આ કાવ્યો ગુજરાતી ભાષા ના વિશ્વમાં અનોખી સફર કરાવે છે. તમારી કાવ્ય પ્રીતિ ને નત મસ્તક વંદન.
    આસ્વાદ વિભાગ ખૂબ જ રોચક છે.
    ક્યારેક કવિઓના કવિ સંમેલન ના સંભારણા પણ મૂકો તો ગમશે ક્યારેક મૂર્ધન્ય કવિઓના હસ્તાક્ષર સાથેના કાવ્ય ગઝલ મૂકશો તો તેમને રૂબરૂ જોયા મળ્યા નો આનંદ મળશે લતાબેન આપને ખૂબ ખૂબ અભિનંદન
    Mobile number 9825917885

    • Kavyavishva says:

      પ્રતિભાવ લખવા બદલ આભાર દિલીપભાઈ. ‘સંચય’ વિભાગમાં મૂર્ધન્ય કવિઓના હસ્તાક્ષરમાં કાવ્યો મુકાય છે.

      કમ્યુટર કે લેપટોપ પર હોમ પેજમાં ઉપર બધા વિભાગોના નામમાં આપને ‘સંચય’ વિભાગ મળશે.

      આપ મોબાઈલમાં જોતા હો તો સ્ક્રોલ કરો. એક પછી એક વિભાગો નામ સાથે આવશે અને એમ નીચે જતાં ‘સંચય’ વિભાગ મળશે. જેમાં હાલ હોમ પેજ પર જ ધીરુબહેન પટેલના હસ્તાક્ષરમાં કવિતા છે.

      અથવા

      મોબાઇલમાં હોમ પેજમાં સૌથી ઉપર જમણી બાજુ ઉપર ત્રણ આડી લીટી દેખાશે. એના પર ક્લિક કરતાં બધા વિભાગોના નામ મળશે. એમાં ‘સંચય’ વિભાગ પસંદ કરતાં આજ સુધી જેટલા કવિઓના હસ્તાક્ષરમાં કવિતાઓ મુકાઈ છે એ બધી એક પછી એક જોઈ શકાશે.

      છતાં તકલીફ પડે તો જરૂર કહેશો.

      મુશાયરા કે કવિસમ્મેલનો એટલી સંખ્યામાં ચારે બાજુ યોજાતા રહે છે કે એની નોંધ લેવી શક્ય નથી ! એ માટે માફ કરશો. હા, કોઈ મોટા એવોર્ડ કે સન્માનની વિગતો કોઈ મને મોકલે તો હું લેવા પ્રયત્ન કરું છું.

      રસ લેવા બદલ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: