જાવેદ અખ્તર : અનુવાદ ~ ડૉ રઈશ મનીઆર  

ख्वाब के गाँव में पले है हम
पानी चलनी में ले चले है हम

छाछ फुके कि अपने बचपन में
दूध से किस तरह जले है हम

खुद है अपने सफ़र कि दुश्वारी
अपने पैरो के आबले है हम

तू तो मत कह हमें बुरा दुनिया
तुने ढाला है और ढले है हम

क्यों है कब तक है किसकी खातिर है
बड़े संजीदा मसले है हम

~ जावेद अख्तर

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઈ જળ આ ચાલ્યા અમે

ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂધથી કંઇક એ રીતે દાઝ્યા અમે

ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઈ છાલાં બાઝ્યાં અમે

હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે

કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

~ જાવેદ અખ્તર : અનુવાદ ~ ડૉ રઈશ મનીઆર

સૌજન્ય : લયસ્તરો

6 thoughts on “જાવેદ અખ્તર : અનુવાદ ~ ડૉ રઈશ મનીઆર  ”

  1. અનિલ પરમાર

    સરસ કાવ્ય નો સાર અનુવાદ .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *