રમેશ પારેખ ~ આંખોમાં આવી રીતે * Ramesh Parekh  

ન મોકલાવ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ

ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ

ખાબોચિયું જ અમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયા ન મોકલાવ

થોડોક ભુતકાળ મેં આપ્યો હશે કબુલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ…

~ રમેશ પારેખ

કવિના જન્મદિને સ્મરણવંદના

કવિના મુખે આ ગઝલ સાંભળો

4 Responses

  1. ઉમેશ જોષી says:

    સાદર સ્મરણ વંદના..

  2. કવિ શ્રી ની ચેતના ને પ્રણામ

  3. 'સાજ' મેવાડા says:

    કવી શ્રી ર.પા.ને સ્મૃતિ વંદન.

  4. 'સાજ' મેવાડા says:

    કવિ શ્રી ર.પા.ને સ્મૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: