રમેશ પારેખ ~ કોઇ ચાલ્યું ગયું * Ramesh Parekh
કોઇ ચાલ્યું ગયું
ખંડમાં આંખ છતની વરસતી રહી, કોઇ ચાલ્યું ગયું,
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી, કોઇ ચાલ્યું ગયું.
છાપરૂં શ્વાસ રૂંધી, ધીમા ધીમા પગલાઓ ગણતું રહ્યું;
ભીંત ભયભીત થઇને કણસતી રહી, કોઇ ચાલ્યું ગયું.
બારીએ બારીએ ઘરનાં ટૂકડાઓ બેસીને જોતા રહ્યા;
સાંકળો બારણે હાથ ઘસતી રહી, કોઇ ચાલ્યું ગયું.
બે’ક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા;
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી, કોઇ ચાલ્યું ગયું.
~ રમેશ પારેખ
ખૂબ જ સરસ ગઝલ