આદિલ મન્સૂરી ~ હાટો જુદી કરી * Aadil Mansuri

હાટો જુદી કરી ને હટાણાં જુદાં કર્યાં,
એકેક વીણી વીણી ઘરાણાં જુદાં કર્યાં

જોવાનું દૃશ્ય જ્યારે વહેંચી શક્યાં નહીં,
ત્યારે બધાએ ભીંતમાં કાણાં જુદા કર્યાં

જીવતર પછેડી જેને બધાં ઓઢતાં હતાં,
તેના બધાય તાણા ને વાણા જુદા કર્યાં.

ભેગાં મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું,
પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યાં.

અવકાશમાં ધુમાડો બધો એક થૈ રહ્યો,
ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં.

ખેતરમાં સૌએ સાથે મળી ખેડ તો કરી,
જ્યારે ફસલ લણાઇ તો દાણા જુદા કર્યાં.…

~ આદિલ મન્સૂરી

કવિની પૂણ્યસ્મૃતિએ વંદન.

4 Responses

  1. ખુબજ સરસ રચના કવિ શ્રી ની ચેતના ને પ્રણામ

  2. ઉમેશ જોષી says:

    સકળ શે’ર હ્રદયગમ્ય.

  3. Minal Oza says:

    વિભક્ત થવાની વેદના કવિની સાથે ભાવકનેય કોરી ખાય છે.

  4. સ્મૃતિ વંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: