TREES ~ Joyce Kilmer અનુવાદ ઉર્વીશ વસાવડા Urveesh Vasavada

TREES ~ Joyce Kilmer

I think that I shall never see
A poem lovely as a tree.

A tree whose hungry mouth is prest
Against the earth’s sweet flowing breast;

A tree that looks at God all day,
And lifts her leafy arms to pray;

A tree that may in summer wear
A nest of robins in her hair;

Upon whose bosom snow has lain;
Who intimately lives with rain.

Poems are made by fools like me,
But only God can make a tree.

Joyce Kilmer

અદ્ભૂત કવિતા હું ગણું સૃષ્ટિનું હર ઝાડ
એથી સુંદર કંઈ બીજું હો તો મને બતાડ

આતુર ને ઉષ્મા ભર્યા એના બન્ને હોઠ
ચુમે ધરાના વક્ષને કશો ન એને છોછ

પર્ણ આચ્છાદિત ડાળ છે એના શતશત હાથ
રોજ ઉઠાવે આભમાં ઈશ્વર ભજવા કાજ

પક્ષી માળામાં ગૂંથે ઝીણા ઝીણા તાર
એમ ઉનાળે શોભતાં જાણે કેશનિખાર

શ્વેત વસ્ત્ર એ હિમના ઓઢી ઉભે શિયાળે
ને વાદળ વરસાદનાં એનો જીવ પલાળે

અધકચરા મારી સમા ૨૨ કાવ્ય કિંચિત
સર્જન ઘેઘુર વૃક્ષનું એ ઈશ્વરની રીત

અનુવાદ ~ ઉર્વીશ વસાવડા

3 Responses

  1. ખુબ સરસ કાવ્ય નો ખુબ ઉમદા આસ્વાદ ખુબ ગમ્યો

  2. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ ભાવાનુવાદ કવિ શ્રી.

  3. હરીશ દાસાણી says:

    Only God can make tree.Yes.Perfect.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: