અમર પાલનપુરી ~ તમારી આંખડી કાજલ તણો * Amar Palanpuri

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે

અમરનું મોત ચાહનારા લઇ લો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે

~ અમર પાલનપુરી

2 Responses

  1. ખૂબ જ આનંદ, ગૌરવપૂર્ણ ઘટના. અભિનંદન, શુભેચ્છાઓ અને નમસ્કાર!

  2. Kirtichandra Shah says:

    બતાવો એને મારી કબર જે જિંદગીનો સાર માગે છે વાહ વાહ

Leave a Reply to Kirtichandra Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: