રમેશ પારેખ ~ સુખ આપો

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

આવા તે ગામમાં દિવસ ઊગ્યો
કે રાત ઊગી તે કેમ કરી જાણું
સૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે
– ને વાય અહીં વ્હાણું
મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,
મને કંઈ તો રોયાનું સુખ આપો….

પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી
હોઠ સુધી કોઈ વાર આવ્યું
ઊગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું
એ વધતું રે જાય છે સવાયું
ખાલી રે કંઠ અને ખાલી હથેળીયુંને
કંઈ તો ખોયાનું સુખ આપો….

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

~ રમેશ પારેખ

1 thought on “રમેશ પારેખ ~ સુખ આપો”

  1. 'સાજ' મેવાડા

    ગીતના બાદશાહની સુદર રચના.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *